પતિ સામે ફરિયાદ:કોડીનારમાં પ્રેમલગ્ન બાદ પતિએ તું મને ગમતી નથી તેમ કહી પત્નીને મારકૂટ કરી

કોડીનાર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુકાવાવ તાલુકાનાં માયાપાદર ગામના પતિ સામે પોલીસમાં ફરિયાદ

કોડીનારમાં પરિણીતાને દહેજ મુદ્દે મેણા-ટોણા મારવામાં આવતા હોય તેમજ શારિરીક અને મનસીક દુ:ખ ત્રાસ અપાતા કંટાળી મહિલા પોલીસ મથકે પહોંચી હતી. અને પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ રમેશભાઈ વિઠ્ઠલભાઈ થાનકીની પુત્રી પ્રતિભાબેનના પ્રેમલગ્ન કુકાવાવ તાલુકાના માયાપાદર ગામના હિંમતભાઈ સામતભાઈ સોલંકી સાથે વર્ષ 2020માં થયા હતા.

લગ્નને થોડા મહિના વિત્યા બાદ હિંમત પ્રતિભાબેનને તું મને ગમતી નથી એમ કહી મારકૂટ કરતો હતો. લગ્ન જીવન દરમિયાન પુત્રનો જન્મ થતા હિંમત ઉશ્કેરાઈ ગયો હતો. અને વધુ મારકૂટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. જેથી પ્રતિભાબેન મામા કિર્તીભાઈના ઘરે કોડીનાર ખાતે રહેવા આવી ગઈ હતી.

તેમના પતિ સામે ભરણપોષણનો કેસ પણ કર્યો હતો. ત્યા પણ અવારનવાર ફોન કરી હિંમત ધમકી આપતો હતો. જેથી આખરે કંટાળી જઈ યુવતી પોલીસ સ્ટેશને પહોંચી હતી. અને હિંમત વિરૂદ્ધ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદનાં આધારે વધુ તપાસ પીએસઆઈ જે.આર.ડાંગર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...