આયોજન:7 વર્ષમાં ટીબીના કેસ વધ્યા કે ઘટ્યા કોડીનારમાં સર્વે કરાશે

કોડીનાર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરે ઘરે જઈ તપાસ હાથ ધરાશે,આયોજનને લઈ બેઠક મળી

કોડીનાર તાલુકાના વેલણ તથા વડનગર ગામે જીલ્લા ક્ષય અધિકારી દિપક પરમાર તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. એમ આર પઢીયારના માર્ગદર્શન હેઠળ બંને ગામોના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, હેલ્થ સુપરવાઈઝર, સ્ત્રી અને પુરૂષ આરોગ્ય કાર્યકર, ફેસીલીલેટર તથા આશા કાર્યકરોની સર્વે પ્લાનિંગ આયોજનને લઈ બેઠક મળી હતી.

આ સર્વેમાં ગામના દરેક ઘરમાં દરેક વ્યક્તિની ટીબીના રોગને લઈ તપાસ હાથ ધરાશે જો ટીબીના લક્ષણ જોવા મળશે તો નિદાન કરી સારવાર શરૂ કરાશે આ સર્વે દ્વારા છેલ્લા સાત વર્ષમાં ટીબીના કેસોમાં કેટલો ઘટાડો થયોએ જાણવા મળશે.અને તોસીફભાઈ શેખ અજીતભાઈ ચાવડા તથા સુરેશભાઈ જોશી એ વિસ્તૃત આ સર્વે વિશે સમજ આપી હતી. હિરેનભાઇ તથા સાગરભાઈએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...