કોડીનારનાં મોટી ફાફણી ગામે એક સિંહણે પરોઢિયે ગામમાં ઘુસી ત્રણ વાછરડીનું માર કર્યું હતું. પરંતુ ગાયો પાછળ દોડતા સિંહણને મારણ છોડી જવા મજબૂર કરી હતી.મોટી ફાફણી ગામે છેલ્લા ઘણા સમયથી એક સિંહણ ગામમાં આંટાફેરા કરી મારણ કરતી હતી. આજે વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ ગામમાં આવેલ જાદવભાઈ ચંડેરાની સસ્તા અનાજની દુકાન સામે એક રખડતી વાછરડીનું મારણ કર્યું હતું.
પરંતુ બાજુમાં ઉભેલી ગાયોએ સિંહણ પાછળ દોટ મુકતા મારણ છોડી ભાગવું પડ્યું હતું. પરંતુ થોડીવાર બાદ ફરી આવી લાલજીભાઈ ચંડેરાનાં ઘરની સામે બે વાછરડીઓને મારી નાંખી હતી. પરંતુ ફરી ગાયો પાછળ દોડતા સિંહણ ભાગી છુટી હતી. બાદમાં લોકોની અવરજવરથી સિંહણે મારણ છોડી દીધુ હતું. ગામમાં અવારનવાર સિંહણ ઘુસી આવતા ખેડૂતો અને ગામલોકોમાં ભય ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.