કોડીનારના મજેવડી હનુમાન મંદિર સામે માનસિંહભાઈ કાનાભાઈ મોરી વર્ષોથી પરિવાર સાથે રહે છે. નેશનલ હાઇવેનાં અધિકારીઓ દ્વારા વધારાની બિન સંપાદિત જમીન આ રોડમા આપવા માનસિંહભાઈ મોરીને ટોરચર કરાતુ હતું. જેથી માનસિંગભાઈએ આ બાબતે પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી. અને પ્રાંત અધિકારીએ પણ રજૂઆત સાંભળી વધારાની જમીનની સંપાદન વિધિ અને વળતર ચૂકવ્યા બાદ જ આ આ મકાન અને જમીનમાં પ્રવેશ કરવા આદેશ આપ્યો હતો. છતાં 12 જૂન 2021નાં રોજ સવારના 9 વાગ્યે નેશનલ હાઇવેનાં અધિકારીઓ, પોલીસ, કોડીનાર મામલતદાર, જેસીબી સાથે મકાન પાડવાની શરૂઆત કરી તો માનસિંહભાઈના પરિવારજનોએ વિરોધ કર્યો હતો. પણ તેમની વાત કોઈએ ગણકારી ન હતી.
મકાનમાં ઘરવખરી ભરી હોવાનું જણાવતા તેઓએ આ તમામ સામાન પણ ભરી લીધો હતો. જેની કિંમત અંદાજે છ લાખ જણાવાઈ છે જે પણ ભરી ગયા હતા. આ રીતે સામાનની લૂંટ કરી ગયા હતા. અને હાલ આ ઘર વખરી, સામાન ક્યાં છે ? તેની કોઈ માહિતી મળી નથી. બાદ આ બાબતે ફરિયાદ દાખલ કરવા અવારનવાર અરજીઓ કરાઈ હતી. પણ કોઈ કાર્યવાહી ન કરાતા કોડીનાર કોર્ટમાં દાદ માંગી હતી. બાદ 27 ફેબ્રુ. 2023નાં રોજ કોડીનાર કોર્ટે ફરિયાદ લઈ તપાસ કરવા કોડીનાર પોલીસને હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.