કોડીનાર તાલુકામાં હોળી અને ધુળેટી નો તહેવાર શાંતિપૂર્ણ ઉજવાય તહેવારમાં દારૂનું દુષણ ડામવા ના હેતુથી કોડીનાર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી લિસ્ટેડ દારૂના ધંધાર્થીઓને ત્યાં અચાનક છાપો મારીને ત્રણ દિવસના સધન પેટ્રોલિંગ બાદ 32 ઈસમોને દારૂ જથ્થા સાથે ઝડપી લઇને ધોરણસર કાર્યવાહી કરતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.
જૂનાગઢ રેન્જ આઈ.જી.પી મયંક ચાવડા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીપાલ સેષમા તથા વેરાવળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક વી આર ખેગાર દ્વારા આગામી સમયમાં ઉજવવામા આવનાર હોળી ધુળેટીના તહેવારના અનુસંધાને પ્રોહી અંગેની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને કોડીનાર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ.ભોજાણી ની રાહબરી હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરમાર મહેતા, ચાવડા અને બાંટવા ની આગેવાની તળે જુદી જુદી ટીમો બનાવી કોડીનાર ટાઉન તથા ગ્રામ્ય વિસ્તારના લિસ્ટેડ પ્રોહી બુટલેગરોને ત્યાં પ્રોહી રેઇડો કરવામાં આવેલ અને આ રેઈડો દરમિયાન પ્રોહીબિશન ના જેમાં ઇંગલિશ દારૂ, દેશી દારૂ તથા ભઠ્ઠીના 29 કેશો શોધી કાઢવામાં આવેલ અને આ કામગીરી દરમિયાન ઇંગ્લિશ દારૂની બોટલો ફુલ 476 કિંમત રૂપિયા 40340 મળી વાહનો તથા મોબાઇલ સહિતની સાધન સામગ્રી સહિત કુલ રૂપિયા 69,870 નો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે.
અને કુલ 32 આરોપીઓ સામે ધોરણ સર ની કાર્યવાહી કરાઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે હાલ પોલીસે કરેલી કામગીરી કાયમી ધોરણે ચાલુ રહે કારણ કે કોડીનાર શહેર વિસ્તારમાં પણ અનેક જગ્યાએ પોલીસના કોઈ ડર વગર દારૂ વેચાણ થાય છે ત્યારે પોલીસ આજ દારૂના દુષણ ને માત્ર તહેવારમાં જ નહીં પણ કાયમને માટે ડામે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.