કોડીનાર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દ્વારા ઉનાળુ તલ, અડદ, મગ, બાજરી, શેરડી સહિતનું વાવેતર કરાયું છે. જેને ધ્યાનમાં રાખી શિંગવડા ડેમમાંથી જરૂરીયાત મુજબ પાણી અપાઈ રહ્યું છે. શિંગવડા ડેમની મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલની સફાઈ કરી 180 ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.ઊનાળામાં અનેક વિસ્તારોમાં પાણીના પોકાર છૂટી રહ્યા છે ત્યારે ગીર-સોમનાથના સૌથી મોટા શિંગવડા સિંચાઈ યોજનામાંથી ઉનાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું સિંચાઈ સલાકાર સમિતીમાં નક્કી થયા મુજબ ખેડૂતો સાથે પરામર્શ કરી આવશ્યકતા મુજબ પાણી છોડાઈ રહી છે.
જેમાં સુગાળા, છાછર, કરેડા, રાજપરા, મિતીયાજ, આદપોકાર, જગતીયા, શેઢાયા, વિઠ્ઠલપુર સહિત 16 ગામનાં ખેડૂતોની 1200 હેક્ટર જમીનને પીયત માટે પાણી અપાઈ રહ્યુ છે. શિંગવડા ડેમમાં હાલ 972 એમસીએફટી એટલે કે 50 ટકા પાણીનો જથ્થો છે. તેમજ વન્યજીવો માટે 100 એમસીએફટી પાણીનો જથ્થો રીઝર્વ રાખ્યા બાદ 24 ગામના લોકોને પીવા અને 16 જેટલા ગામોને સિંચાઈ માટે પાણી પુરુ પડે છે. પરંતુ જો આ ગામોને સિંચાઈ માટે પાણી ન આપવામાં આવે તો જમીન બંજર બની જાય એવી પરિસ્થિતી હતી પરંતુ પાણી મળવાથી રાહત પ્રસરી જવા પામી છે.
5 ડેમોમાંથી 70 ગામોને પિયત માટે પાણી અપાય છે
ગીરની વાત કરીએ તો ગીરમાં કુલ 5 ડેમો આવેલા છે જેમાંથી 70 જેટલા ગામોના ખેડૂતોને પિયત માટે પામી આપવામાં આવે છે. જેમાં શિયાળુ 5 અને ઊનાળા 3 પાણી અપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.