અકસ્માત:કારે બાઈકને ઠોકર મારતાં 1 નું મોત,1 ગંભીર

ડોળાસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરકારી કારે બાઇકને હડફેટે લીધી હતી. - Divya Bhaskar
સરકારી કારે બાઇકને હડફેટે લીધી હતી.

કોડીનાર તાલુકા ડોળાસા ગામ નજીક બે અકસ્માત માં એક નું મોત થયું છે.તો બે ને ગંભીર ઇજા થઈ છે.આં હોળી ના તહેવારો નિમિતે રોડ રક્ત રંજીત બન્યા છે કોડીનાર તાલુકાના ડોળાસા ગામ ની ગ્રામ પંચાયત ના સદસ્ય ધીરુભાઈ કાનાભાઈ મોરી ઉ.વ 60 પોતાની બાઈક લઇ તેમના પરિવાર ની કૌટુંબિક પુત્રી પીનલબેન બાલુભાઇ સોલંકીને બાજુમાં આવેલ જમનવાડા ગામે મૂકવા જઈ રહ્યા હતા.અને સવાર નાં 9 વાગ્યે વેળવા ગામ નજીક પહોંચ્યા ત્યારે પાછળ આવતી સરકારી વિભાગ ની કારે આં બાઈક ને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.અને બાઈક 150 ફૂટ દૂર ફંગોળાઈ હતી.

જેમાં ધીરૂભાઈ ને માથા નાં ભાગે ગંભીર ઇજા પહોંચ્યા તેમનું ઘટના સ્થળેજ મોત થયું હતું.અને પિનલબેન ને ગંભીર ઇજા થઈ હોય ડોળાસા થી 108 એમ્બ્યુલન્સ આવી હતી અને બંને ને કોડીનાર રા.નાં.વાળા હોસ્પિટલ ખાતે ખસેડાયેલ જ્યાં તબીબોએ ધીરૂભાઈ ને મૃત જાહેર કર્યા હતા.અને અને ઇજાગ્રસ્ત પિનલબેન ને પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ ખસેડેલ છે.મૃતક ધીરૂભાઈ કાનાભાઈ મોરી ડોળાસા ગ્રામ પંચાયત નાં સદસ્ય હતા અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા હતા.તેમના મૃત્યુ નાં સમાચાર મળતાં ડોળાસા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

જ્યારે અન્ય એક અકસ્માતમાં ડોળાસા ગામે બોડિદર રોડ ઉપર સર્જાયો હતો. ગીર ગઢડા તાલુકા ના જાજરિયા ગામ ના જગદીશભાઈ રામસિંગભાઈ મોરી પોતાની મોટર સાઇકલ માં ડોળાસા જઈ રહ્યા હતા ત્યારે સામે થી આવતી મોટર સાઇકલ સામસામે ધડાકા સાથે અથડાઈ હતી જેમાં જગદીશભાઈ ને પગ માં ઇજા થતાં સારવાર અર્થે કોડીનાર ખાતે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...