ગારીયાધાર તાલુકાનાં પરવડી ગામે પાણીની સમસ્યા દિવસે દિવસે વિકટ થતી જાય છે જેમાં આજે પરવડી ગામની મહિલાઓ રણચંડી બનીને તાલુકા વિકાસ અધિકારી મામલતદાર કચેરી તેમજ ધારાસભ્યનાં કાર્યાલય પર પહોચી છાંજીયા લઇ ભારે હોબાળો મચાવ્યો હતો અને અધિકારીને પાણીનાં મુદે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
પરવડી ગામનાં ગાયત્રીનગર ગોહિલશેરી વિસ્તારમાં અઠવાડિયામાં એક વખત પાણી આપવામાં આવે છે.જેમાં આ મહિલાઓ દ્ધારા કહેવામાં આવ્યુ હતુ કે અમે લોકો મજુર લોકો છીએ અમારો વિસ્તાર ઘણો મોટો છે.જેથી પાણીની સમસ્યા ખુબ જ રહે છે.પાણીની ખુબ જ જરૂર હાલ ઉનાળામાં રહે છે.
ત્યારે પાણી નહિ મળતાં વેચાતુ પાણી લેવાનો વારો આવે છે.પરવડીનાં ઉપ સંરપંચ દ્ધારા અગાઉ 10 દિવસ પહેલાં રજુઆત કરવામાં આવી હતી.પરંતુ તંત્ર દ્ધારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં આજે પરવડી ગામની મહિલાઓ રણચંડી બની કચેરીમાં છાજીયા લઇ ઉગ્ર વિરોધ કરાયો હતો.
સંકલન બેઠકમાં પાણી પ્રશ્ને ચર્ચા કરવામાં આવશે
પરવડી ગામમાં પાણીની સમસ્યા બાબતે મહિલાઓ રજુઆત માટે આવી હતી.પાણી પુરવઠામાંથી પુરતુ પાણી આવતુ ન હોવાથી અગાઉ પાણીપુરવઠા વિભાગમાં મારા દ્ધારા પત્ર લખ્યો છે.આવતી કાલે સંકલન બેઠકમાં પણ આ પાણી મુદ્દે ચર્ચા કરવામાં આવશે.> સતિષ પટેલ , તાલુકા વિકાસ અધિકારી, ગારીયાધાર.
પાણી પુરવઠા વિભાગ,કલેકટરને રજુઆત કરી છે
પરવડી ગામમાં શેત્રુંજીમાંથી પાણીની લાઇન આવે છે તે લાઇન અવાર નવાર રોહિશાળા ચોમલ ગામ પાસે ખોટવાય જાય છે.શેત્રુંજીમાંથી પુરતુ પાણી આવતુ નથી.આ બાબતે પાણી પુરવઠા, કલેકટરમાં પણ રજુઆત કરાય છે.સૈાની યોજનાં તળાવમાં પાણી નાખવાની રજુઆત મુખ્યમંત્રીને રૂબરૂ કરાય છે.> ભુપતભાઇ ગોયાણી , સરપંચ પરવડી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.