ગારીયાધાર શહેરની વસ્તી અંદાજે એકતાળીસ હજાર જેટલી છે છતા ગારીયાધાર શહેરમાં એકપણ જગ્યા પર જાહેર સ્પોર્ટ સેન્ટર નથી.બાળકો યુવાનો બે રમત ગમતનુ મેદાન ન હોવાથી ખુબ જ તકલીફ પડી રહી છે.ગારીયાધાર શહેરનાં યુવાનો આર્મી પોલીસ કે બીજી કોઇપણ ભરતીની તૈયારી કરતા હોય તેને માટે રનીંગ કરવાં હાલમાં જવુ પડે છે.પાલીતાણા રોડ તેમજ રૂપાવટી રોડ પર યુવાનો રનીંગ કરતાં નજરે પડે છે.રોડ પર સતત વાહનોની અવર જવર હોવાથી અકસ્માત પણ રનીંગ સમયે થવાની શક્યતા પણ રહેલી છે.
રમત ગમતનુ મેદાન ન હોવાથી લોકોને ખેલકુદ માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે.ખાસ કરીને જે યુવાનો પોલીસ તેમજ આર્મીની તૈયારી કરે છે તેને ખુબ જ તકલીફ પડી રહી છે.ગારીયાધાર તાલુકો હોવા છતાં હજુ સુધી તંત્ર દ્ધારા જાહેર સ્પોર્ટ સેન્ટર શહેરમાં બનાવ્યુ નથી.
પીજીવીસીએલ કચેરી પાછળ જગ્યા પણ ઉપલબ્ધ
ગારીયાધાર નગરપાલિકાનાં બાંધકામ શાખાના જણાવ્યા મુજબ સ્પોર્ટ સેન્ટર માટે પી.જી.વી.સી.ઓફિસ પાછળ જગ્યા પણ છે પરંતુ જગ્યા કોની છે? તે નક્કી હજુ સુધી નક્કી નથી થયુ.પી.જી.વી.સી.એલ.કચેરી પાછળ સ્પોર્ટ સેન્ટર બની શકે તેમ છે.ત્યારે ગારીયાધાર નગરપાલિકા દ્ધારા આ સ્પોર્ટ્સ સેન્ટર બાબતે વહેલીતકે યોગ્ય નિર્ણય લે તેવી લોકોની માંગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.