વિવાદ:ગારિયાધાર પાલિકામાં 11 મહિનામાં 6 ચિફ ઓફિસર બદલાયા ફરી ઇન્ચાર્જ

ગારીયાધાર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ચાર્જ ચીફ ઓફિસર અઠવાડિયામાં માંડ બે વખત આવે
  • ​​​​​​ સાવર કુંડલા પાલીકાનાં ચિફ ઓફિસર પાસે ચાર્જ

ગારિયાધાર નગરપાલિકા સતત વિવાદોથી ઘેરાયેલી રહે છે. વિપક્ષ દ્વારા અનેક ગેરરીતિના આક્ષેપો અગાઉ કરેલા છે. ગારીયાધાર નગરપાલિકાનાં કરાર આધારિત ચિફ ઓફિસર વી.ડી.પુજારા ACB ને ઝપટે ચડી ગયા બાદ દામનગરનાં ચિફ ઓફિસર આર.બી.પરમારને ચાર્જ સોપાયો હતો ત્યારબાદ કરાર આધારિત ચિફ ઓફિસર ડી.એન.પંડ્યાની નિમણુક કરવામાં આવી હતી.તે થોડા દિવસ રહ્યા બાદ તેમણે પણ રાજીનામું ધરી દિધુ હતુ. ત્યારબાદ પાલિતાણા નગરપાલિકાના ચીફ ઓફિસર ખીમસુરિયાને ચાર્જ સોંપાયો છે ત્યારબાદ ફરી કરાર આધારિત ચિફ ઓફિસર એમ.પી ગોહિલ મુકાયા.તેમણે પણ 2 મહિનો રહી રાજીનામુ ધરી દિધુ. ફરી સાવરકુડલા નગરપાલિકાનાં બોરાડને ચાર્જ સોપાયો છે.

આમ છેલ્લા દશ મહિનામાં 6 ચિફ ઓફિસર બદલાયા છે. ગારિયાધાર નગર પાલિકામાં ઘણા વર્ષોથી કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવી નથી માત્ર કરાર આધારિત ચિફ ઓફિસર અને અન્ય નગર પાલિકાના ચીફ ઓફિસરને ચાર્જ આપીને નગરપાલિકા ચલાવાઇ રહી છે ઇન્ચાર્જ ચીફ ઓફિસર અઠવાડિયામાં માંડ બે વખત હાજર રહી શકે છે જેથી લોકોના કામ પણ સમયસર થઇ શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...