માંગ:ગારિયાધાર શહેરમાં કચરાના ખુલ્લા વાહનમાંથી અડધો કચરો બહાર ઢોળાય

ગારીયાધાર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનમાંથી પ્લાસ્ટિક થેલીઓ તેમજ અન્ય કચરો રોડ પર વેરાય
  • કચરો ઉપાડવા આવતુ વાહન ઢાંકણા બંધ રાખીને આવે તેવી માંગ

ગારિયાધાર નગરપાલિકાની કચરાની ગાડીઓનાં ઢાંકણા બંધ રાખી કચરો લઇ જવા રજુઆત કરવામાં આવી છે.ખુલ્લા વાહનમાં કચરો લઇ જતાં હોવાથી રસ્તા પર કચરો ઉડતો હોવાથી લોકોને મુશ્કેલી પડે છે. ગારીયાધાર નગરપાલિકા પ્રમુખ, ચિફ ઓફિસર, મામલતદારને ખેડૂતોએ રજુઆતમાં જણાવ્યુ છે કે અમારી વાડી ખેતીની જમીન નવાગામ બેલા રોડ મફતનગર જવાનાં રસ્તે આવેલ છે જયાં ગારીયાધાર ડમ્પ વિભાગ સાઇડ આવેલ છે.

પાલીકાનાં ડોર ટુ ડોર વાહનો જે કચરો લઇ જાય છે તે બંધ ગાડીથી લઇ જવાતો નથી. ખુલ્લી લારી વાડ વગરની તથા મેઝીક છોટા હાથી જે ઢાંકણાવાળી ગાડી આવે છે જેનાં ઢાંકણા બંધ કર્યા વગર ખુલ્લા ચલાવે છે. આ બંને વાહનમાંથી રસ્તા ઉપર પ્લાસ્ટિક થેલી તેમજ અન્ય કચરો રસ્તા પર ઢોળતો જતો હોય છે આ બાબતે સ્થાનિક ખેડુત તથા મફતનગરનાં રહેણાંક વિસ્તારનાં લોકોએ જાણ કરવા છતાં આ બાબતનો કોઇ ઉકેલ આવતો નથી.

અન્ય સમાચારો પણ છે...