ગારીયાધાર નગરપાલિકા બોડીની પાંચ વર્ષની ટર્મ તા.24.2.23 ના પુરી થતાં સરકાર દ્ધારા હાલમાં નગરપાલિકામાં વહિવટદાર ની નિમણૂક કરવામાં આવી છે ત્યારે ગત ટર્મમાં કોગ્રેસ પક્ષમાંથી વોર્ડ નં. 3 માંથી વિજેતાં થયેલા નજીરમિયા સૈયદ અઢી વર્ષ કોગ્રેસમાં રહ્યા ત્યાર પછી કોગ્રેસમાંથી અઢી વર્ષ સત્તા પક્ષ ભાજપમાં જોડાયા હતા.પરંતુ હાલ પાંચ વર્ષની નગરપાલિકાની બોડીની ટર્મ પુરી થતાં પોતાના વોર્ડ નં.3 માં વિકાસનાં કામો થયા ન હોવાથી વ્યથિત થઇને નજીરમિયા દ્ધારા ભાજપને પણ બાય બાય કરી દિધુ છે.
ભાજપ પક્ષમાંથી રાજીનામુ આપવાં બાબતે વાતચિત કરતાં તેમણે જણાવ્યું હતુ કે મારા દ્ધારા રાજીનામુ મે ભાજપ શહેર પ્રમુખને આપી દિધુ છે તેમજ તેમણે જણાવ્યું હતુ કે મારા વોર્ડ નં.3 માં વિકાસનાં કામ થાય તે માટે હું સત્તાપક્ષ ભાજપમાં જોડાયો હતો પરંતુ મારા વોર્ડ નં.3 માં ખોડિયાર નગરનો રોડ નથી બન્યો.શિવમનગર શાળામાં રૂમો નથી બન્યા.આંગણવાડીની દિવાલ નથી બની.
શાળામાં રૂમ બનાવવાં ગ્રાન્ટ આવી હતી તે પણ પાછી જતી રહી છે આમ મારા વોર્ડ નં.3 માં વિકાસનાં કામો થયા નથી.અને મારી રજુઆત કોઇ દ્ધારા સંભાળવામાં આવી નથી.સત્તા પક્ષમાં હોવા છતાં વિકાસનાં કામો ન થયા તેનાથી નારાજ થઇને ભાજપ પક્ષમાંથી રાજીનામુ ધરી દિધાનુ જણાવ્યું હતુ. કોગ્રેસમાંથી વિજેતા થયેલ નગર સેવક ભાજપમાં વિકાસનાં કામો માટે જોડાયા છતાં તેમના વિસ્તારમાં વિકાસનાં કામો ન થતાં નારાજ થઇને ભાજપને બાય બાય કરી દિધુ છેતેમ નજીરમિયા સૈયદ દ્ધારા જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.