નગરજનોમાં ભારે રોષ:ગારિયાધાર નગર પાલિકામાં ધૂળ ખાતા વાહનો

ગારીયાધારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિયમિત કચરાનો નિકાલ નહીં થાય તો કચરાને લીધે ગંદકી તેમજ રોગચાળો ફેલાવાની દહેશત
  • ડોર ટુ ડોર કચરાની ગાડી, ટ્રેકટર, પાણીના ટાંકો હાલમાં બંધ હાલતમાં હોવાથી લાખોના ખર્ચે ખરીદેલા વાહનો ભંગારની સ્થિતિમાં

ગારીયાધાર નગરપાલિકામાં લાખો રૂપિયા ખર્ચે ખરીદેલા વાહનો રિપેરિંગનાં અભાવે ધૂળ ખાઇ રહયા છે જેથી નગરજનોમાં ભારે રોષ છે અને આવા વાહનો વધુ ખરાબ થાય તે પહેલા રીપેરીંગ કરીને શરૂ કરવામાં આવે. ગારીયાધાર નગરપાલિકા કંઇકને કંઇક સતત ઘેરાયેલી રહે છે.વિપક્ષ દ્ધારા અનેક વખત ગેરરિતી બાબતે આક્ષેપો કરવામાં આવ્યાં છે ત્યારે હાલમાં ગારીયાધાર નગરપાલિકામાં રિપેરિંગનાં અભાવે વાહનો ધુળ ખાય રહ્યાં છે. શહેરમાં ડોર ટુ ડોર કચરો લેવાં આવતી ગાડીઓ રિપેરિંગનાં અભાવે ધુળ ખાતી નજરે પડી રહી છે .હાલમાં નગરપાલિકાનાં મેદાનમાં આ વાહનો બંધ હાલતમાં હોવાથી ભંગાર થઇ રહ્યાં છે.

શહેરમાં કચરાનાં થર જામે તે પહેલાં તંત્ર દ્ધારા બંધ પડેલાં વાહનો તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેવુ શહેરીજનો ઇચ્છી રહ્યાં છે. કચરાને લીધે ગંદકી તેમજ રોગચાળો શહેરમાં માજા મુકશે.નગરપાલિકામાં લાખો રૂપિયાનાં વાહનો બંધ હાલતમાં હોવાથી કચેરીનાં મેદાનમાં ધુળ ખાય રહ્યાં છે.

હાલમાં નગરપાલિકા કચેરી નધણીયાત હોય તેવો માહોલ જોવાં મળી રહ્યો છે ત્યારે તંત્ર આળસ ખંખેરી આવાં નગરપાલિકામાં બંધ પડેલા વાહનો વહેલીતકે રિપેરિંગ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કરે તે જરૂરી છે.જો તંત્ર દ્ધારા આવા ધુળ ખાય રહેલાં વાહનો રિપેરિંગ નહિ કરવામાં આવે તો લાખો રૂપિયાના વાહનો ભંગાર થઇ જશે. જેથી આ બાબતે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.

બંધ વાહનો ફરી શરૂ કરવા પ્રયાસો શરૂ છે
જે વાહનો કચેરીનાં મેદાનમાં બંધ પડયાં છે તેનાં ટાયર રિમોડ કરવા આપેલ છે.ટાયર રિમોટ થઇને આવી જાય ત્યાર બાદ બંધ પડેલાં વાહનો ચાલુ કરવામાં વહેલીતકે ચાલુ કરવામાં આવશે. - એચ.પી.બોરડ, ઇન્ચાર્જ ચિફ ઓફિસર ગારીયાધાર નગર પાલિકા

અન્ય સમાચારો પણ છે...