ગારીયાધાર તાલુકાનાં માનગઢ ગામની વસ્તી 2500 જેટલી છે.ગામનાં રસ્તાં આયોજનબંધ અને બ્લોક તેમજ સી.સી.રોડથી સજ્જ છે.આખા ગામમાં અંડર ગ્રાઉન્ડ ગટરનુ કામ 100% છે.પીવાનાં પાણી માટેની વ્યવસ્થા પુરતી છે.ગામમાં નિયમિતપણે ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન તેમજ સફાઇ કામ થાય છે.
શિક્ષણમાં ધો.1 થી 8 સુધી શિક્ષણની સુવિધા છે.માધ્યમિક શાળા નથી.ગામમાં વિદ્યાર્થી માટે સ્પેશ્યલ એસ.ટી.બસની સુવિધા તેમજ મુસાફરો માટે એસ.ટી.સુવિધા સારી છે.ગામમાં આરોગ્ય કેન્દ્ર છે.ગામમાં 3 ભવ્ય મંદિર છે.જેમાં રામજીમંદિર. શિવ મંદિર હનુમાનજીનુ મંદિર આવેલ છે.
માનગઢ ગામનાં 10 જવાનો આર્મીમાં ફરજ બજાવે છે. તેમજ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં પોલીસ .M.B.S.S.ડોક્ટરો છે.માનગઢ ગામ તેમજ સુરતવાસીઓ દ્ધારા સ્કુલનુ નિર્માણ કામ ચાલુ છે.તેમજ સ્મશાનમાં ડેવલોપમેન્ટનુ કામતેમજ માનગઢ ગામમાં રોજગારલક્ષી વિવિધ વિકાસના કામો કરવાં તેમજ નાનામાં નાના માણસને સરકારની વિવિધ યોજનાનો લાભ અપાવવાનુ સ્વપ્નનુ છે તેમ માનગઢ ગામનાં મહિલા સરપંચ મધુબેન રાજુભાઇ ઝાપડા દ્ધારા જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.