ફરિયાદ:ઝુંડાલ પાસે પેસેન્જર ચાલકને ઉતારી રિક્ષા લઈ ફરાર થઈ ગયો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘ગામમાં જઈને આવું’ કહી રિક્ષા લઈને ભાગી ગયો
  • ઝુંડાલ જવા માટે ચિલોડાથી રિક્ષા ભાડે કરી હતી

ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમા અત્યાર સુધી મહિલાઓને ભોળવીને દાગીના તફડાવી જવાના કિસ્સા સામે આવ્યા હતા. પરંતુ હવે વાહનો પણ લઇને ચોર ભાગી રહ્યા છે. ચિલોડા મોટાથી ઝુંડાલ જવા માટે ભાડે રિક્ષા કરનારો મુસાફરના સ્વાંગમાં આવેલો ગઠિયો રિક્ષા લઈને ભાગી ગયો હતો. ચાલકને કહ્યું, તમે ઊતરી જાઓ, હું ગામમાં જઈને આવું છું કહીને રિક્ષા લઈ ફરાર થઈ જતાં અડાલજ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવાઈ છે.

મળતી માહિતી મુજબ સોમાભાઇ શકરાભાઇ રાવળ (રહે, મોટા ચિલોડા)એ ફરિયાદ નોંધાવી હતી કે, ત્રણ મહિના પહેલા નવી રીક્ષા ખરીદી હતી. પુત્રના નામે રીક્ષા ખરીદી પેસેન્જરમા ફેરવતા હતા. ત્યારે એક દિવસ પહેલા ચિલોડા રીક્ષા લઇને ઉભા હતા, તે દરમિયાન એક ઇસમ ચાલતો આવ્યો હતો અને ઝુંડાલ જવુ છે કહ્યુ હતુ, 500 રુપિયા નક્કી કર્યુ હતુ. ત્યારબાદ ઇસમને લઇને ચિલોડાથી લઇને ઝુંડાલ આવવા નિકળ્યો હતો. જ્યારે ઝુંડાલ આવતા રીક્ષા ગામમાં આવેલા જોગણી માતાજીના મંદિર પાસે ઉભી રખાવી હતી.

જ્યાં નજીકમાં આવેલા પાર્લર ઉપર માવો લેવા ગયો હતો અને ત્યારબાદ ઇસમે રીક્ષા ચાલકને કહ્યુ કે, તમે ઊતરી જાઓ, હું ગામમાં જઈને આવું છું, કહીને 2.40 લાખની રિક્ષા લઇને ફરાર થઇ ગયો હતો. આ બનાવની ફરિયાદ અડાલજ પોલીસ મથકમા ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે સોમાભાઇ સાથે ટેલીફોનિક વાત કરતા કહ્યુ હતુ કે, મને ખબર જ નથી કે ઇસમે મારી સાથે શુ કર્યુ અને મેં રીક્ષા તેને આપી દીધી.

અન્ય સમાચારો પણ છે...