કોરોનાની મહામારી 22 માસથી ચાલી રહી છે. તેમાં કોરોનાની પ્રથમ લહેરમાં એક જ દિવસમાં 100 કેસ એકપણ દિવસ નોંધાયા નથી. પરંતુ કોરોનાની બીજી લહેરમાં એક જ દિવસમાં 100 કેસ માત્ર 23 દિવસમાં નોંધાયા હતા. જ્યારે તેનાથી ખતરનાક સંક્રમણ કોરોનાની ત્રીજી લહેરમાં માત્ર એક જ સપ્તાહમાં માત્ર 24 કલાકમાં કોરોનાના કેસ 132 ગત 7મી, જાન્યુઆરીના રોજ નોંધાયા હતા. કોરોનાની પ્રથમ લહેરનું જોર ગત જાન્યુઆરી-2021માં અને બીજી લહેરનું જોર ગત મે-2021 માસમાં નરમ પડ્યું હતું.
કોરોનાની પ્રથમ લહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમું હોવાથી એક જ દિવસમાં 71 કેસ ગત તારીખ 23મી, નવેમ્બર-2020ના રોજ નોંધાયા હતા. જોકે ત્યારબાદ કોરોનાની પ્રથમ લહેરનું જોર મંદ પડતા ગત જાન્યુઆરી-2021માં એક જ દિવસમાં કોરોનાના કેસની સંખ્યા 20ની નીચે આવી ગઇ હતી. ત્યારબાદ કોરોનાનું નવું મ્યુટેશન ડેલ્ટા વોરીયન્ટ આવતા ગત 16મી માર્ચ-2021થી એક જ દિવસમાં કોરોનાના કેસ 20થી વધુ આવતા થયા હતા. જે ગત એપ્રિલ-2021 અને મે-2021 માસમાં બીજી લહેરનો પીક સમય રહ્યો હતો.
આથી કોરોનાની બીજી લહેરમાં એક જ દિવસમાં 100 કેસ માત્ર 23 દિવસમાં નોંધાયા હતા. બીજી લહેરમાં એક જ દિવસમાં હાઇએસ્ટ કેસ 331 ગત 30મી, એપ્રિલ-2021ના રોજ નોંધાયા હતા. કોરોનાની પ્રથમ લહેર કરતા બીજી લહેરમાં સંક્રમણ ડબલ હતું. જોકે કોરોનાની બીજી લહેરનું જોર માંડ અઢી માસ રહ્યું હતું. જ્યારે બીજી લહેરની સરખામણીમાં હાલમાં ચાલતી ત્રીજી લહેરમાં સંક્રમણ પાંચ ઘણું વધારે જોવા મળી રહ્યું છે.
કોરોનાની બીજી લહેર બાદ સતત સાત માસ સુધી કોરોનાનું સંક્રમણ મંદ રહ્યું હતું. પરંતુ ગત ડિસેમ્બર-2021 માસના ત્રણ દિવસમાં કોરોનાના કેસ વધવા લાગ્યા હતા. તેમાં જાન્યુઆરી-2022 માસમાં કોરોનાના કેસે પીક પકડતા માત્ર એક જ સપ્તાહમાં 24 કલાકમાં 100 કેસનો આંકડો પાર થઇ ગયો છે. ત્રીજી લહેરમાં અત્યાર સુધી સૌથી વધુ 132 કેસ ગત 7મી, જાન્યુઆરી-2022ના રોજ નોંધાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.