તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ચંદ્રાલા પાસે વિદેશી દારૂ સાથે વડોદરાનો યુવક ઝબ્બે

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શખ્સ પાસેથી 371 ટેટ્રાપેક મળ્યાં

ચિલોડા-હિંમતનગર હાઈવે પર ચંદ્રાલા પાસે લક્ઝરી બસના પેસેન્જર પાસેથી વિદેશીદારૂના 371 ટેટ્રાપેક મળી આવ્યા હતા. ચિલોડા પોલીસનો સ્ટાફ રવિવારે બપોરે વાહન ચેકિંગમાં હતો ત્યારે હિંમતનગર તરફથી રાજસ્થાન પાસિંગની લક્ઝરી બસ આવી હતી. જેને રોકીને પોલીસે પેસેન્જર્સનો સામાન ચેક કરતાં બસની પાછળના ભાગે આવેલી ડેકીમાંથી દારૂના પોટલા મળી આવ્યા હતા. જે અંગે પૂછતાં સામાન જીતુ જવરમલ લાલવાણી (32 વર્ષ, રહે-દંતેશ્વર, મકરપુરા, વડોદરા) નામના પેસેન્જરનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ચેક કરતાં રમના 180 મી. લી.ના 371 ટેટ્રાપેક નીકળ્યા હતા, જેની એકની 70 રૂપિયા કિંમત લેખે કુલ 371 ટેટ્રાપેકની કિંમત 25,970 થાય છે.

દારૂ અંગે પૂછતાં જીતુએ ઉદેપુરથી દારૂ લાવ્યો હોવાનું અને વડોદરાના વારેઠા વિસ્તારમાં હરીશીવા સ્કૂલની સામે રહેતાં મોહીત નામના શખ્સે મંગાવ્યા હોવાની કબૂતા કરી હતી. જેને પગલે ચિલોડા પોલીસે દારૂનો જથ્થો અને 5 હજારનો ફોન મળી કુલ 30,970નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલા આ બંને સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. ચિલોડા પોલીસે જીતુ લાલવાણી સામે કાર્યવાહી હાથ ધરી દારૂ મંગાવનાર મોહિતને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો