સ્પર્ધાત્મક પરીક્ષામાં ચાલતી અનિયમિતતા અને ગેરરીતિનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહ જાડેજાએ સક્રિય રાજકારણમાં આવવાની જાહેરાત કરી છે. 15 ઓકટોબરે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપ પાર્ટીમાં જોડાશે.
આ બાબતે યુવરાજસિંહે કહ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્રો ફૂટયા અને તેની મેં રાજય સરકારને સાબિતીઓ સાથે રજૂઆત કરી હતી. તે પછી માત્ર પરીક્ષા રદ કરાવી શકયો અને જવાબદારોને સજા અપાવી શકયો નહીં. આથી રાજકારણમાં જોડાવાનો નિર્ણય લીધો છે. એક લાખ બેરોજગાર યુવાનોનું સમેલન બોલાવીને 15 ઓકટોબરે આપ પાર્ટીમાં જોડાઈશ.
પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડવા પણ તૈયાર
સક્રિય રાજકારણમાં પદાર્પણ કરતા પહેલા યુવરાજસિંહ શહેર અને ખાસ કરીને ગ્રામ્ય સ્તરનો પ્રવાસ કરશે. જયાં તેઓ નાગરિકો સમક્ષ તેમની વાત મૂકશે અને ચેતવણી આપશે કે જો આ રીતે સરકારી નોકરી ભરતીમાં ગેરરીતિ ચાલશે તો આગામી સમય મળતિયાઓને જ સરકારી નોકરી મળે તેવો આવશે. યુવરાજે કહ્યું હતુંકે, આમ આદમી પાર્ટી ટિકિટ આપશે તો તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.