ક્રાઇમ:અડાલજ નર્મદા મુખ્ય કેનાલ પાસેથી યુવકનું એક્ટિવા ગૂમ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ પૂરું થતાં રીક્ષામાં નોકરી ગયો હતો

અડાલજ ખાતે નર્મદા મુખ્ય કેનાલ પાસેથી એક્ટિવા ચોરીની ઘટના બની છે. અડાલજમાં દેવનંદન પરિસર રોયલ રેસિડેન્સી ખાતે રહેતો પાર્થ પુનિતભાઈ સાધુ અમદાવાદની કંપનીમાં નોકરી કરે છે. 19 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યાના સુમારે તે નોકરી જવા નીકળ્યો હતો. આ સમયે તેના એક્ટિવામાં પેટ્રોલ પુરૂ થઈ ગયું હતું. જેને પગલે અડાલજ બાલાજી કુટીર પાસે નર્મદા મુખ્ય કેનાલ નજીક એક્ટિવા મુકીને રીક્ષામાં ઓફિસ ગયો હતો. સાંજે 4 વાગ્યાના સુમારે યુવક પરત ફર્યો ત્યારે એક્ટિવા ગુમ હતું. એક્ટિવા ટોઈંગ થઈ ગયું હોવાનું માની યુવક સંબંધિત જગ્યાઓ પર તપાસ કરી હતી. આમ છતાં એક્ટિવાનો કોઈ પત્તો ન લાગતા આખરે તેણે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 40 હજારની કિંમતના એક્ટિવાની ચોરી અંગે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

પાર્થ પુનિતભાઈ સાધુ અમદાવાદની કંપનીમાં નોકરી કરે છે. યુવકની એક્ટિવાનું પેટ્રોલ પુરું થતાં તે તેની એક્ટિવા નર્મદા મુખ્ય કેનાલ નજીક મૂકી રીક્ષામાં ગયો હતો, ત્યારે આ ઘટના બની હતી. યુવક જ્યારે ઓફિસથી ફરી તે સ્થળે આવ્યો ત્યારે તેની એક્ટિવા ગૂમ થતાં શોધખોળ હાથ ધરી હતી, અને આખરે ન મળતાં તેને ચોરીનો ગુનો દાખલ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...