તપાસ:સે-12માંથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવકનું બાઇક ચોરી

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવક બાઇક લઇને બપોરના સમયે ક્લાસીસમાં આવ્યો હતો

શહેરના સેક્ટર 12મા આવેલા ઉમિયા માતાજીના મંદિરે ચાલતા સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસમા તૈયારી કરવા આવતા યુવકના બાઇકની ચોરી થઇ છે. યુવક પોતાનુ બાઇક લઇને બપોરના સમયે ક્લાસીસમા આવ્યો હતો. જ્યારે ક્લાસ પુરા કરી પરત જતા બાઇક જોવા નહિ મળતા સેક્ટર 7 પોલીસ મથકમા ચોરીની ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ વિક્રમ બાબુભાઇ દંતાણી (રહે, જીઇબી કોલોની, ચરેડી છાપરા) સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે. જ્યારે યુવક સેક્ટર 12માં આવેલા ખાનગી ક્લાસીસમા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો છે.

ઘરેથી ક્લાસીસ સુધી આવવા જવા માટે તેના બાઇક નંબર જીજે 18 સીજે 3946નો ઉપયોગ કરી રહ્યો હતો. યુવક બપોરના સમયે બાઇક લઇને ક્લાસીસમા આવ્યો હતો અને બાઇકને મંદિર સામેના ભાગે પાર્ક કરાયું હતુ. ક્લાસીસ પુરા કરીને સાંજના સમયે ઘરે જવા નિકળ્યો હતો. તે સમયે બાઇક લેવા જતા જોવા મળ્યુ ન હતુ. આસપાસ અને મિત્રોને પૂછવામા આવ્યુ હતુ. છતા બાઇકનો પતો નહિ લાગતા સેક્ટર 7 પોલીસ મથકમા ચોરીની ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...