કોરોના સંક્રમણ:સરગાસણનો યુવાન કોરોનામાં સપડાયો : જિલ્લામાં 2 એક્ટિવ કેસ

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવાનના સંપર્કવાળા 5ના નમૂના લેવાયા : આજે 6ના લેવાશે

મનપાના સરગાસણમાં રહેતો યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઇસોલેશન સારવાર શરૂ કરી છે. આથી જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ બે થયા છે. યુવાનના સંપર્કવાળા પરિવારના પાંચ સભ્યોના સેમ્પલ લેવાયા છે. જ્યારે નોકરીના સ્થળે સંપર્કવાળા 6 વ્યક્તિઓના શુક્રવારે સેમ્પલ લેવાશે.ગત 9 નવેમ્બરે સરગાસણના 84 વર્ષીય વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા હતા.

આથી અત્યાર સુધી જિલ્લામાં નોંધાયેલા 6 કેસમાંથી હાલમાં 2 કેસ એક્ટિવ છે. સૂત્રોના જણાવ્યા મુજબ મનપાના સરગાસણમાં રહેતા યુવાન એન્જિનર તરીકે ખાનગી નોકરી કરે છે. યુવાનને તાવ અને શરદીની બિમારી હતી. આથી તેણે કોવિડનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવતા હોમ આઇસોલેશન સારવાર પસંદ કરી છે. તેના સંપર્કમાં આવેલા પરિવારના 5 સભ્યના સેમ્પલ લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...