ભાવડા પાસે ઇકોએ બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર કઠલાલ તાલુકાના સરાલી ગામના બે મિત્રો પૈકી એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જ્યારે એક મિત્રને ગંભીર ઈજાઓ થતા સારવાર હેઠળ છે. કણભા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સરાલી ગામના બે મિત્રો જયેશકુમાર જયંતીલાલ ઝાલા અને અશોક જગદીશભાઇ ઝાલા નોકરી શોધવા એકજ બાઇક પર બાકરોલ ધામતવાન જીઆઇડીસીમા ગયા હતા તેઓ બાકરોલથી પરત ફરતા હતા ત્યારે ભાવડા લાટ ત્રણ રસ્તા પાસે તેઓની બાઈક પાછળ પુરઝડપે આવતી ઇકો ગાડીએ બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇક ઉછળીને રોડ સાઈડ પર પડી હતી.
બંને મિત્રો રોડપર પટકાયા હતા.બે મિત્રો પૈકી અશોકભાઈ પર ઇકો ચઢી ગઈ હતી જ્યારે બીજો મિત્ર જયેશભાઇ ઇકો નીચે આવી ગયો હતો. રોડ પરના રાહદારીઓએ 108 બોલાવતા કઠલાલ કેરવેલ હોસ્પિટલ મા દાખલ કરાયા હતા પરંતુ અશોકભાઈ ઉપર ગાડી ચઢી જતા ગંભીર હોવાથી અમદાવાદ પ્રમુખ આઈ.સી.યુ એન્ડ ટ્રોમા સેન્ટર ખસેડાતા જ્યા સારવાર દરમિયાન અશોકભાઈનું મૃત્યુ થયુ હતુ.
કારની ટકકરથી બાઇક ઉછળીને રોડ સાઈડમાં પડતા અને બે મિત્ર રોડ પર પટકાતા એક મિત્ર પર કાર ચઢી જતા મૃત્યુ પામ્યા હતા અન્ય મિત્રને ગંભીર ઇજાઓ થતા ઇકોના ચાલક વિરુદ્ધ કણભા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.