તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વાવોલ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતાં યુવકનું મોત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાત્રિ દરમિયાન રસ્તો ઓળંગી રહ્યો હતો ને ઘટના ઘટી
  • વાવોલમાં ચાલતી બાંધકામ સાઇટ પર મજૂરી કરતો હતો

ગાંધીનગર પાસે આવેલા વાવોલમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત થયુ હતુ. આશરે 40 વર્ષીય યુવક પાટા ઓળંગી રહ્યો હતો, તે સમયે ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત થયું હતુ. આ બનાવની ફરિયાદ સેક્ટર-7 પોલીસ મથકમાં કરાતા કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

મળતી માહિતી મુજબ આશરે 40 વર્ષીય યુવક ગણપત ઉકેડભાઇ બારીયા (રહે, નળુ. તા.ધાનપુર. જિ, દાહોદ) પોતાનું જીવનનુ ગાડુ દોડાવવા રોજીરોટી માટે એક પખવાડિયા પહેલા ગાંધીનગર આવ્યો હતો. જ્યારે વાવોલમાં ચાલતી બાંધકામ સાઇટ ઉપર મજુરી કરતો હતો.

દિવસે સાઇટ ઉપર કામગીરી કર્યા બાદ થાકીને લોટપોટ થઇ ગયેલો ગણપત રાત્રિના સમયે વાવોલમાંથી પસાર થતા રેલવે ટ્રેક તરફ આવ્યો હતો. તે સમયે રાત્રે જ્યારે યુવક પાટા ઓળંગી રહ્યો હતો, તે સમયે ટ્રેન આવતા અડફેટે આવી ગયો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જ્યારે ટ્રેન આવી રહી હતી તે સમયે ટ્રેન ચાલકને દુરથી કોઇ વાછરડુ ઊભુ હોય તેવુ જોવા મળ્યુ હતું. પરંતુ ટ્રેન નિકળી ગયા બાદ માલુમ પડ્યુ કે, ટ્રેન નીચે કોઇ વ્યક્તિ આવી ગયો હતો. સે- 7 પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...