ચપ્પાના ઘા મારી હત્યા:ઝુંડાલ કેનાલ પાસે બેઠેલા પ્રેમી યુગલ પર થયેલા હુમલામાં યુવાનનું મોત

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અડાલજ પાસેથી પસારથતી ઝુંડાલ કેનાલ ઉપર બેઠેલા પ્રેમી પંખીડાને બાઇક લઇને આવેલા એક શખ્સે ચપ્પાના ઘા માર્યા હતા. યુવક સાથે આવેલી યુવતિએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને આરોપી ફરાર થઇ ગયો હતો. બાદમા ઘાયલ યુવકને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમા લઇ જવાયો હતો. ત્યારે ઘાયલ યુવકનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. ઝુંડાલ પાસેથી પસારથતી નર્મદા કેનાલ પાસે પ્રેમાલાપ કરવા માટે અસંખ્ય અમદાવાદીઓ આવતા હોય છે. ત્યારે ગત 10મીના રોજ ઝુંલાડ કેનાલની પાળ ઉપર 21 વર્ષિય છાયા અમરસિંહ પારઘી અને તેનો પ્રેમી અજય પ્રવિણભાઇ સાગર (બંને રહે, સાબરનગર, વાડજ) વાતો કરી રહ્યા હતા. યુવક ટુ વ્હીલર ઉપર બેઠો હતો, જ્યારે યુવતિ તેની સામે ઉભી ઉભી વાતો કરી રહી હતી. દરમિયાન જ એક યુવક ટુ વ્હીલર લઇને આવ્યો હતો.

ટુ વ્હીલર દુર પાર્ક કરીને પ્રેમી પંખીડા પાસે આવીને કહેવા લાગ્યો કે અહિંયા કેમ બેઠા છો ? શુ કરવા આવ્યા છો ?. આવુ કહેતા પ્રેમી યુવકે તેની સામે જવાબ આપતા કહ્યુ હતુ કે, તમને કોઇ તકલીફ છે ? આવો જવાબ સાંભળીને યુવકે પ્રેમી યુવકને ચપ્પાના ઘા કરી દીધા હતા. તેને બચાવવા યુવતિ પણ વચ્ચે પડી હતી. ત્યારબાદ આરોપી ફરાર થઇ ગયો હતો અને ઘાયલ યુવકને અમદાવાદ સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો. ઘાયલ યુવકે બે દિવસ બાદ સારવાર દરમિયાન હોસ્પિટલમા દમ તોડ્યો હતો. જેને લઇને અડાલજ પોલીસે આરોપી સામે વધુ એક કલમ 302નો ઉમેરો કર્યો હતો. પોલીસે ઝુંડાલ કેનાલ તરફ પેટ્રોલીંગ વધારી દીધુ છે.

અન્ય સમાચારો પણ છે...