અકસ્માત:ઉવારસદ ચોકડી નજીકના અકસ્માતમાં યુવકને ઈજા

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અડાલજમાં ઉવારસદ ચોકડી ખાતે પીકઅપ ડાલા અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવક ઘાયલ થયો હતો.સરગાસણના ભરજી બબાજી ઠાકોર અને ગોવિંદજી અભુજી ઠાકોર 2 નવેમ્બરે બાઈક લઈ અડાલજ દિવાળીની ખરીદી માટે અડાલજ જવા નીકળ્યા હતા. ઉવારસદ ચોકડી પહોંચ્યા ત્યારે પીકઅપ ડાલા વાળાએ અચાનક વાળતા બાઈકને ટક્કર વાગતા ભરજીને મોઢાના ભાગે વાગતા તેેને ગાંધીનગર સિવિલથી અમદાવાદ સિવિલ ખસેડાયો હતો. સમગ્ર મુદ્દે ગોવિંદજી ઠાકોરે પીકઅપ ડાલાના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...