તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તલોદના પુંસરીના વતની અને હાલ વડોદરામાં ફરજ બજાવતા પોલીસકર્મીએ પરિણીત યુવતીને મોહજાળમાં ફસાવી છૂટાછેડા કરાવી પીંખતો રહ્યા બાદ તરછોડીને 5 મી એપ્રિલ સગાઇ કરવાનું આયોજન કરતાં પિડીતાએ સગાઇ રોકવા તંત્રને આહવાન કરી ચાંલ્લો-સગાઇ થવાના સંજોગોમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પુંસરીના રાકેશકુમાર નટુભાઇ વાઘેલા ઘરની નજીકમાં રહેતી યુવતીના 11 વર્ષ અગાઉ પરિચયમાં આવ્યા બાદ અવારનવાર પ્રેમ સંબંધની વાત કરતા હતા. પરંતુ 5 વર્ષ અગાઉ યુવતીના લગ્ન થઇ ગયેલ હોઇ યુવતી ઇન્કાર કરતી રહી હતી. યુવતી સાથે લગ્ન કરવાનો વિશ્વાસ કેળવી લઇ મોહજાળમાં ફસાવતા યુવતીએ 5 વર્ષ અગાઉ છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ રાકેશભાઇ વાઘેલા યુવતીને અવારનવાર અમદાવાદ, હિંમતનગર, ધનસુરા, તલોદ, મોડાસા, ફતેગંજ પોલીસ સ્ટેશનની સામેની સોસાયટીમાં ભાડાના મકાનમાં લઇ જઇને પીંખતો રહ્યો હતો.
દરમિયાન રાકેશભાઇની સગાઇ બાયડ તાલુકામાં થઇ હોવાની જાણ થતાં યુવતીએ આ અંગે રાકેશભાઇને પૂછતાં તેમણે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડતા તા.21-07-19 ના રોજ યુવતીએ દવા પી ને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા રાકેશભાઇએ હું તારી સાથે લગ્ન કરી તુ કોઇ ફરિયાદ કરીશ નહી કહી સમજાવીને જાન્યુ-20 સુધી પીંખતો રહ્યો હતો
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.