કાર્યવાહી:ચ-6 પાસે એક્ટિવા સ્લીપ થતાં યુવકનું મોત

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિત્રોને મળીને યુવક સેક્ટર 22માં ઘર તરફ આવતા બનાવ બન્યો

શહેરના સેક્ટર 22મા રહેતો યુવક સેક્ટર 30મા તેના મિત્રોને મળીને ઘરે આવી રહ્યો હતો. વહેલી સવારે યુવક ચ 7 તરફથી આવતો હતો. તે દરમિયાન ચ6 આવતા પહેલા તેનુ એક્ટિવા સ્લીપ ખાઇ ગયુ હતુ. જેને લઇને યુવકને તાત્કાલિક ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે લઇ જવાયો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને લઇને સેક્ટર 21 પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

18 વર્ષિય યુવક પૃથ્વી કિશન ખેરનાર સેક્ટર 30મા રહેતા મિત્રોને મળવા ગયો હતો. જ્યારે વહેલી સવારે તેના મિત્રોને મળીને એક્ટીવા લઇને ઘર તરફ આવી રહ્યો હતો. પૃથ્વી તેનુ વાહન લઇને ચ7 તરફથી સેક્ટર 22 તરફ આવવા નિકળ્યો હતો.

જેમા ચ6 સર્કલ પાસે પહોંચતા તેનુ વાહન સ્લીપ ખાઇ જતા બનાવની જાણ પૃથ્વીના મિત્ર મંથન દ્વારા તેના પિતા ઓમકારભાઇને કરી હતી. જ્યારે પૃથ્વીને ગાંધીનગર સિવિલ લઇ જવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...