તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહીશો ત્રસ્ત:ધોળાકૂવામાં ઉભરાતી ગટરો-પ્રદૂષિત પાણીથી રહીશો ત્રસ્ત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પ્રદૂષિત પાણી અને કાદવ પાયોવિ કચેરીમાં ઠલવીશું: હસમુખ મકવાણા
  • ગ્રામજનોે પ્રદૂષિત પાણી પીવાને કારણે બીમાર પડે તેવી ભીતિ

ગાંધીનગર કોર્પોરેશનમાં સમાવિષ્ટ ધોળાકુવા ગામે વારંવાર ગટર ઉભરાવવાની સમસ્યાથી રહીશો ત્રસ્ત થઈ ગયા છે. અહીં વારંવાર ગટર ઉભરાતા લોકોના ઘરમાં ગટરના પાણી બેક મારે છે. આ અંગે પૂર્વ કોર્પોરેટર હસમુખભાઈ મકવાણાએ પાટનગર યોજના વિભાગમાં આ અંગે લેખિત રજૂઆત કરી છે. તેમણે કહ્યું હતું કે, ‘ગટર લાઈન અને પીવાના પાઈની લાઈન પાસે જ છે. પાણીની લાઈન લીક થઈ હોવાથી તેમાં ગટરનું પાણી ભેગુ થઈ જાય છે.

હાલની કોરોનાની સ્થિતિ વચ્ચે ગ્રામજનોને પ્રદુષિત પાણી પીવાને કારણે બીમાર પડે તેમ છે. આર્થિક રીતે નબળા વર્ગના લોકો બિમારીઓમાં ન સંપડાય તે જરૂરી છે. જેથી તાત્કાલિક અસરથી ઉભરાતી ગટર અને પ્રદુષિત પાણીની સમસ્યાનો નિકાલ થાય તે જરૂરી છે. જો તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો સાથે કચેરી સમક્ષ ઉગ્ર રજૂઆત કરીશું. જેમાં અમે પ્રદુષિત પાણી અને ગટર ઉભરાતા થયેલી ગંદકી ડોલોમાં ભરીને પાટનગર કચેરી ખાતે ઠલવતા પણ ખચકાશું નહીં.’

અન્ય સમાચારો પણ છે...