તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:આપ શનિવારે સુંદરકાડના કાર્યક્રમ સાથે મનપાના ઉમેદવારોનાં નામ જાહેર કરશે

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધાર્મિક કાર્યક્રમની સાથે યાદી જાહેર કરવાની આપની પદ્ધતિ સૂચક
 • ભાજપને આપનો ડર નથી પણ આપ છૂપા પગલે પ્રવેશ કરી રહી છે ત્યારે ગાંધીનગરમાં નવા સમીકરણો રચાશે? ભાજપને આ વખતે કુલ 44 બેઠકમાંથી 36 બેઠકો જીતવી છે.

કોઇ ધર્મ વિશેષમાં નહીં માનતી રાજકીય પાર્ટી તરીકેની છાપ ધરાવતી આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં નવા સમીકરણો રચવા સજ્જ થઇ હોય તેમ લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા શનીવારે તેમના ગાંધીનગર મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવનાર છે પરંતુ તેની સાથે તેમણે સુંદરકાંડના કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે. જે ઘણું જ સૂચક છે.

અત્યારસુધીની કોઇપણ ચૂંટણીમાં ભાજપને આપનો ડર લાગ્યો નથી. આપને કોંગ્રેસના મત તોડનારી પાર્ટી તરીકે ઓળખવામાં આવતી હતી પરંતુ સુરત મહાનગરપાલિકામાં જે રીતે પાટીદાર વિસ્તારમાં આપના ઉમેદવારો જીત્યા અને કોંગ્રેસના બદલે આપે વિપક્ષનો દરજ્જો મેળવ્યો તે ગુજરાતના લોકલ બોડી ઇલેક્શનના ઇતિહાસમાં નવું પ્રકરણ લેખાયું છે. સુરત પછી આપની નજર હવે ગાંધીનગર ઉપર છે. ભાજપને આ વખતે 44માંથી 36 બેઠકો જીતવી છે.

કોંગ્રેસની નેતાગીરી નબળી છે પણ ભાજપને પસંદ નહીં કરતા મતદારો કોંગ્રેસને બેઠકો જીતાડે છે. આમ આદમી પાર્ટી સ્પષ્ટ બહુમતી મેળવે તેવી શક્યતા કોઇ કાળે નથી દેખાતી. ભલે એવું મનાતું હોય કે આપ કોંગ્રેસના મતો મેળવી તેને નુકસાન પહોંચાડે પણ જો બે આંકડામાં બેઠકો મેળવી જાય તો ભાજપનું ગણિત ચોક્કસ ખોરવાઇ શકે છે.ભાજપે પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોનું મંથન કરી લીધંુ છે, કોંગ્રેસ હંમેશ મુજબ ધીમી ગતિએ હજુ સેન્સ પ્રક્રિયામાંથી બહાર આવી શકી નથી ત્યારે મક્કમ રીતે આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી તૈયાર કરીને બેઠી છે. સુંદરકાંડના પાઠ સાથે શનિવારે યાદી જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો