તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Year Ender 2020 Garba Events Closed In Navratri In The State Markets Flock To Coronas Forgotten Diwali Festivals Janmashtami Not Celebrated In Dwarka For First Time In History

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020ના તહેવારો:રાજ્યમાં નવરાત્રિમાં ગરબા આયોજનો બંધ રહ્યા, કોરોનાના ભૂલી દિવાળીના તહેવારોમાં બજારોમાં ભીડ ઉમટી, ઇતિહાસમાં પહેલીવાર દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી ન થઈ

ગાંધીનગર2 મહિનો પહેલા

કોરોના મહામારીને કારણે 2020 દરમિયાન તમામ તહેવારોની ઉજવણીઓ ફિક્કી રહી હતી. નવરાત્રિમાં ગરબાના આયોજન બંધ રહેતા ખેલૈયાઓ નિરાશ થયા અને ગરબા ગ્રાઉન્ડો સૂમસામ જોવા મળ્યા હતા. જોકે, દિવાળી દરમિયાન રાજ્યભરમાં કોરોનાને ભૂલાવીને બજારોમાં ભીડ ઉમટી પડી હતી. આ ઉપરાંત ઇતિહાસમાં પહેલીવાર જન્માષ્ટમીએ જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહ્યા હતા અને ભક્તો વિના જ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. આ ઉપરાંત પાવાગઢ મંદિર આસો નવરાત્રિમાં પહેલીવાર ભક્તો માટે બંધ રહ્યું હતું.

ગુજરાતમાં રોશનીના ઝગમગાટ વચ્ચે હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમતા, તે ગ્રાઉન્ડો ભેંકાર જોવા મળ્યા
કોરોના મહામારીને કારણે ગુજરાતમાં ગરબાના આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને કારણે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આસ્થા અને ઉત્સાહનો મહાપર્વ નવરાત્રિ મહોત્સવ ગરબાની રમઝટ વિના પસાર થયો હતો. અંધકારને આઘે હડસેલતી ભવ્યાતિભવ્ય રોશનીના ઝાકઝમાળ વચ્ચે યોજાતા ગરબા કોરોનાના કારણે બંધ રહ્યા હતા. જે ગરબાના મેદાનોમાં એક સાથે હજારોની સંખ્યામાં યુવાધન માતાજીની આરાધના કરતા કર્ણપ્રિય ગર અને સંગીતમય સૂરોના તાલે રમાતા હતા. તે ગરબા ગ્રાઉન્ડો સુમસામ જોવા મળ્યા હતા.

ઇતિહાસમાં પહેલીવાર દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી ન થઈ
ઇતિહાસમાં પ્રથમ વખત કોરોના મહામારીના કારણે જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા. જોકે, ભક્તો દ્વારકાધીશના દર્શન ઓનલાઇન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા મંદિરનું લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું, જેથી ભક્તો ઘરે બેઠા દ્વારકાધીશના દર્શન કરી શકે. દ્વારકાના જગત મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા મધરાતે 12 વાગે ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ વર્ષે કોરોનાની મહામારીને કારણે ભક્તો ભગવાનના લાઇવ દર્શન કરી શક્યા નહોતા.

સૌરાષ્ટ્રમાં 50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ માસમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજાયો નહીં સૌરાષ્ટ્રમાં લોકમેળાનું ખુબ જ મહત્વ છે, ત્યારે આ વખતે જન્માષ્ટીના લોકમેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. જન્માષ્ટીમીના પર્વ પર 5 દિવસ મેળાનું આયોજન કરવામાં આવે છે, પરંતું, કોરોનાની મહામારીના કારણે આ વખતે 50 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત સૌરાષ્ટ્રમાં લોકોમેળો યોજાયો નહોતો. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રમાં 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં લોકમેળો 5 દિવસ અને ખાનગી મેળો 20 દિવસ સુધી ચાલુ હોય છે. જેમાં લોકમેળામાં 10 લાખ કરતા પણ વધુ લોકો મુલાકાત લેતા હોય છે. આ વર્ષે મેળો બંધ રહેતા રસ્તા પર બેસી રમકડાનું વેચાણ કરતા હજારો લોકોની રોજી રોટી છીનવાઇ ગઈ હતી.

પાવાગઢમાં આસો નવરાત્રિમાં પગથિયા પર સોય પડે તોય અવાજ આવે તેવો સૂનકાર હતો
દેશભરમાં કોરોના મહામારીને પગલે 51 શક્તિપીઠ પૈકી એક પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાનું સ્થાનક આસો નવરાત્રિમાં બંધ રાખવામાં આવ્યું હતું. ઇતિહાસમાં પહેલીવાર આસો નવરાત્રિમાં પાવાગઢ મંદિર બંધ રહ્યુ હતું. દર વર્ષે આસો નવરાત્રિમાં દર્શનનું કિડીયારું ઉભરાતુ, આસો નવરાત્રિ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત દેશભરમાંથી 10 લાખ જેટલા ભક્તો માતાના દર્શન કરીને ધન્યતા અનુભવતા, પણ આ વર્ષે માતાનું સ્થાનક સુમસામ ભાસી રહ્યું હતું. જે ડુંગરના જે રસ્તાઓ ભક્તોના મુખે માતાના જયકારની ગુંજ સાંભળવા મળતી હતી, તે રસ્તાઓ પર સોય પડે તો પણ અવાજ સંભળાય તેવો સૂનકાર હતો. જેને કારણે રોપ-વે અને વેપાર-ધંધા બંધ થઇ ગયા હતા, જેથી 400થી વધુ લોકોની રોજી રોટીને પણ અસર પહોંચી હતી.

અમદાવાદમાં દિવાળીની ઉજવણી પહેલા બજારોમાં ભીડ ઉમટી
કોરોના મહામારીને પગલે દિવાળીના તહેવારોમાં પોલીસે જાહેરનામુ બહાર પાડીને રાત્રે 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની છૂટ આપી હતી. અમંદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના મોટા શહેરોમાં દિવાળી તહેવારો સમયે કોરોના મહામારીને ભૂલીને બજારોમાં ભીડ ઉમટી પડી હતી. અમદાવાદના ભદ્ર-લાલ દરવાજાના પાથરણાંબજારમાં લોકો દિવાળીની ખરીદી કરવા માટે બેફામ બની કોરોનાને ભૂલી ગયા હતા. ખરીદી કરવા માટે ઊમટેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ હતો અને અનેક લોકો બજારમાં માસ્ક વગર ફરી રહ્યા છે. જાણે ક્યાંય કોરોના છે જ નહીં. બીજી તરફ પોલીસે ત્રણ દરવાજાની પર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા માટેનાં બોર્ડ લગાવ્યાં છે. જોકે એ માત્ર શોભાના ગાંઠિયા જ બની રહ્યા હતા.

વડોદરાના મંગળબજાર, નવાબજાર અને એમ.જી. રોડ પર દિવાળીની ખરીદીમાં લોકો કોરોનાને ભૂલ્યા
કોરોના મહામારીની દહેશત વચ્ચે પ્રકાશ પર્વ દિવાળીના તહેવારોમાં ખરીદી કરવા માટે વડોદરાના બજારોમાં કીડીયારું ઉભરાયું હતું. વડોદરામાં ગરીબોના શોપિંગ મોલ મનાતા મંગળ બજાર, નવાબજાર, એમ.જી. રોડ ઉપર સવારથી લોકો વિવિધ ચિજવસ્તુઓની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. વડોદરા શહેર સહિત વડોદરાની આસપાસમાં આવેલા ગામોના લોકો પણ વડોદરામાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. જ્યાં લોકોએ માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વિના બજારોમાં ખરીદી કરી હતી. દિવાળી પર્વ અને નવા વર્ષને આવકારવા માટે ઘેલા બનેલા લોકો પોલીસ તંત્રની સૂચનાઓને નજર અંદાજ કરી હતી.

રાજકોટમાં ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ અને સદર બજારમાં કોરોનાને ભૂલીને લોકોએ ખરીદી કરી હતી દિવાળીના તહેવારો પહેલા રાજકોટની બજારમાં લોકો ધૂમ ખરીદી કરી હતી. રાજકોટમાં સૌથી વધુ યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર રોડ અને ગુંદાવાડીમાં લોકો કપડા અને બુટ-ચંપલની ખરીદી કરી હતી. સોની બજારમાં લોકો સોના-ચાંદીના દાગીનાની અને ફટાકડાની માટે સદર બજારમાંથી લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. સાંજ થતાંની સાથે જ લોકો કોરોનાને ભૂલીને ખરીદી કરતા જોવા મળી મળ્યાં હતા.

સુરતમાં ચૌટા બજારમાં ભીડ ઉમટી પડી હતી
સુરતના ખરીદી માટેનું સ્થળ ગણાતા એવા ચૌટા બજારમાં અને બાદમાં બરોડા પ્રિસ્ટેજમાં ગ્રાહકોની ખરીદી માટે ભીડ જોવા મળી હતી. બજારોમાં ઉમટતી ભીડ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતી અને અમૂક ગ્રાહકો માસ્ક વગર જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો