સમગ્ર ગાંધીનગર જીલ્લામાં વર્ષ - 2022 દરમિયાન અભયમ 181 મહિલા હેલ્પલાઈનની સેવાનો 4500 જેટલી પીડિતાઓ દ્વારા નિઃશુલ્ક લાભ લેવામાં આવ્યો છે. જે પૈકી 796 કિસ્સાઓમાં હેલ્પ લાઈનની ટીમ સ્થળ પર જઈને પીડિત મહિલાઓને સેવા પૂરી પાડી સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં અભયમ 181 મહિલા હેલ્પલાઇનની વર્ષ 2022 દરમિયાન પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્રારા કાર્યાન્વિત અને ઈ.એમ.આર.આઈ .ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ 181 મહિલા હેલપલાઇન લાઇન પીડિત મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થિનીઓ, મનોરોગી મહિલાઓ અને સિનિયર સિટીઝન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
અભયમ હેલ્પલાઇન 24x7 વિનામૂલ્યે સેવાઓ પુરી પાડી રહી છે. જેથી દિન પ્રતિદિન ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી રહીં છે. ગુજરાત સરકારની મહિલાઓ પ્રતિ કટિબદ્ધતા પુરવાર કરી રહેલ છે.કઠવાડા અમદાવાદ ખાતેની ટેકનિકલ સુવિધાથી સુસજ્જ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પીડિત મહીલાને ઝડપી પ્રતિસાદ આપી ઘટના સ્થળે અભયમ રેસ્ક્યું ટીમ મદદ, માર્ગદર્શન અને બચાવની સેવાઓ આપી રહી છે.
ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ નરેન્દ્રસિંહ ગોહિલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અભયમ સેવાઓ અસરકારતાથી આગળ વધી રહી છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં પણ અભયમની ટીમ દ્વારા મહિલાઓ પર શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલું હિંસા સહિતના કિસ્સાઓ, કામનાં સ્થળે જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓની સમસ્યાઓ, બાળજન્મ, બાળ લગ્ન, બિન જરુરી કોલ મેસેજથી હેરાનગતિ, મહિલાને મિલકતમાં ભાગીદારી, છેડતી,સાયબર ક્રાઇમ,અપહરણ,બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓમા સેવા પૂરી પાડવામાં આવી છે.
આ ઉપરાંત અસરકારક કાઉન્સિલંગ દ્વારા વિખરાતા પરિવારને બચાવ્યાની અનોખી કામગીરી કે મનોરોગી મહિલાઓને પરિવાર સાથે મિલન કે સુરક્ષિત આશ્રય અપાવવો કે આત્મહત્યાના વિચારોમાંથી મુક્તિનાં કેસમાં આજે અભયમ વધુને વધુ સુદ્રઢતાથી સેવાઓ પહોચાડી રહી છે. અનેક મહિલાઓના જીવનમાં એક આશાનું કિરણ, સુખમય જીવન જીવવા અભયમ પ્રેરણાદાયી બની રહ્યું છે. તેથી જ તો ગાંધીનગરની મહિલાઓ માટે અભયમની સેવા સાચી સખી સહેલી તરીકે વિશ્વાસુ બની રહી છે.
ઉલ્લેખનીય છે કે, અભયમ મોબાઈલ એપ્લિકેશન, અભયમ પોલીસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓમાં ઉપયોગી નિવડી રહ્યું છે. ગુજરાત રાજ્યમાંથી વર્ષ 2015 થી અત્યાર સુધી 12 લાખ જેટલા પિડીત મહિલાઓએ મદદ, માહિતી અને બચાવ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં કૉલ કરેલ અને ખાસ કિસ્સાઓ કે ધટના સ્થળે પહોંચી અઢી લાખ ઉપરાંત મહિલાઓને રેસ્કયું ટીમ દ્વારા બચાવ અને મદદ પહોંચાડવામાં આવી હતી. બાકીના મહિલાઓને માર્ગદર્શન અને સંદભ્ર સેવાઓ આપવામા આવી હતી.
એજ રીતે ગાંધીનગર શહેર અને જિલ્લા પણ વર્ષ 2022 દરમિયાન 4500 જેટલી પીડિત મહિલાઓએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી સેવાનો લાભ લેવામાં આવ્યો છે. જે પૈકી 796 કિસ્સાઓમાં ફરિયાદની ગંભીરતાને ધ્યાને રાખી ઘટના સ્થળે પહોચી અભયમ ટીમ દ્વારા સેવાઓ પુરી પાડવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.