તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂપાણીની દુબઈ મુલાકાત અનિશ્ચિત:CM રૂપાણીના વર્લ્ડ એક્સપો દુબઈ પ્રવાસની મંજૂરી PMOમાં અટવાઈ, કોરોનાને કારણે પ્રોટોકોલ અંગે સરકારે માર્ગદર્શન માગ્યું

ગાંધીનગર18 દિવસ પહેલા
દુબઇ એક્સપો - ફાઇલ તસવીર.

દુબઇ ખાતે પહેલી ઓક્ટોબરથી યોજાનારા વર્લ્ડ એક્સ્પોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત હાલ અનિશ્ચિત હોવાનું જાણવા મળ્યું છે. રૂપાણીના દુબઈ પ્રવાસની મંજૂરી પીએમઓમાં રોકાઈ છે. જો મંજૂરી મળશે તો તેઓ ડેલિગેશન સાથે દુબઈમાં યોજાનારા વર્લ્ડ એક્સપોમાં ભાગ લેવા જશે.

દુબઈના વર્લ્ડ એક્સપોમાં કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયા પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સરકારે પણ સ્ટોલ રાખ્યો છે. દેશ-વિદેશના રોકાણકારો અને ખ્યાતનામ કંપનીઓ આ એક્સપોમાં આવવાની હોવાથી ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાતનાં વિવિધ ક્ષેત્રોનું પ્રમોશન થવાનું છે. બીટુબી અને બીટુજી મીટિંગ ઉપરાંત એમઓયુ પણ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારના અધિકારીઓ અને સ્થાનિક ઉદ્યોગપતિઓનું ડેલિગેશન આ એક્સપોમાં જોડાવાનું છે, પરંતુ હાલમાં કોરોનાના સંજોગોમાં મુખ્યમંત્રીના વિદેશપ્રવાસ માટે કોરોના પ્રોટોકોલ અને ક્વોરન્ટીન ગાઇડલાઇન્સ સહિતની બાબતો અંગે રાજ્ય સરકાર દ્વારા પીએમઓનું માર્ગદર્શન માગવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

રાજ્ય સરકારનાં સૂત્રોએ કહ્યું હતું કે કોરોના મહામારીના સમયમાં પોલિટિકલ ડેલિગેશનના વિદેશપ્રવાસ અંગે કેટલાંક નિયંત્રણો હોય છે. જો ક્વોરન્ટીન સહિતના નિયમો હોય તો સીએમ એમાં રહી શકે નહીં. આ સહિતની બાબતો અંગે સરકારે માર્ગદર્શન માગ્યું છે. પીએમઓની મંજૂરી બાદ સીએમના દુબઈ પ્રવાસ અંગે આખરી નિર્ણય લેવાશે. આથી હાલ વર્લ્ડ એક્સપોના આયોજકોને પણ કન્ફર્મેશન અપાયું નથી. કોઈ સંજોગોમાં સીએમ દુબઇ પ્રવાસે નહીં જાય તો ઉચ્ચ અધિકારીઓનું ડેલિગેશન વર્લ્ડ એક્સપોમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...