લોકાર્પણ:ગાંધીનગર જિલ્લાના 31 ગામોમાં 1.29 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાશે

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 15મા નાણાંપંચમાંથી બનેલા રૂપિયા 2.27 કરોડના ખર્ચે બનેલા 58 કામોનું લોકાર્પણ કરાશે

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યભરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો ગત તારીખ 12મી, અને તારીખ 13મી, સપ્ટેમ્બરના રોજ યોજાયા હતા. લોકાર્પણ અને ખાતમુર્હુતના કામો 15માં નાણાંપંચ અંતર્ગત કરવામાં આવ્યા છે. તેમાં રૂપિયા 2.27 કરોડના ખર્ચે 58 કામોનું લોકાર્પણ કરાશે.

આગામી વિધાનસભાની ચુંટણીને લઇને લોકોને રીઝવવા માટે રાજ્ય સરકાર એકપણ તક જતી કરવા તૈયાર નથી. ત્યારે 15માં નાણાંપંચ અંતર્ગત રાજ્યભરમાં કરવામાં આવેલા લોકોપયોગી વિકાસના કામોના ખાતમુર્હુત અને લોકાર્પણનો કાર્યક્રમ આગામી તારીખ 12મી અને તારીખ 13મી, સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે.

જિલ્લામાં 15માં નાણાંપંચ અંતર્ગત જિલ્લાના ગામોમાં ગટર લાઇન, સીસી રોડ, પાણીની ટાંકી, વરસાદી પાણીના નિકાલની ગટર લાઇન, પશુઓને પીવાના પાણી માટે હવાડો, પીવાના પાણીની પાઇપ લાઇન, આંગણવાડીના નિર્માણ, કમ્પાઉન્ડ વોલ, નવીન શૌચાલય, પેવર કામ સહિતના કામો કરવામાં આવનાર છે. સ્થાનિક ગ્રામજનોની માંગણીને ધ્યાનમાં રાખીને 15માં નાણાંપંચમાંથી વિકાસના કામો કરવામાં આવનાર છે. તેમાં જિલ્લામાં કુલ-31 ગામોમાં રૂપિયા 1.29 કરોડના વિકાસના અલગ અલગ 51 કામોનું ખાતમુર્હુતનો કાર્યક્રમ તારીખ 12મી, સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવનાર છે.

ઉપરાંત જિલ્લાના ગામોમાં લોકોને ઉપયોગી તેવા વિકાસના કામોને 15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યા છે. જિલ્લામાં રૂપિયા 2.27 કરોડના ખર્ચે કુલ-58 કામોનું લોકાર્પણનો કાર્યક્રમ તારીખ 13મી, સપ્ટેમ્બર-2022ના રોજ યોજવામાં આવશે. આથી ઉપરોક્ત બે દિવસ જિલ્લાના ગામોમાં લોકાર્પણ અને ખાતમુર્હુતના કાર્યક્રમો યોજીને લોકોને રીઝવવાનો પ્રયાસ કરાશે તેવી શક્યતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...