તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:અમદાવાદ જિલ્લામાં નવા 7 ઓક્સિજન પ્લાન્ટનું કામ શરૂ

વહેલાલ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • સિંગરવા હોસ્પિટલની મુલાકાત લેતા ગૃહરાજ્ય મંત્રી
 • દસક્રોઈ તાલુકામાં 2, ધોળકા, માંડલ , સાણંદ તાલુકામાં 1-1 , સિંગરવા ખાતે 1 પ્લાન્ટ સ્થપાશે

ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સિંગરવા હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જાહેરાત કરી હતી કે અમદાવાદ જિલ્લામાં તાલુકા સ્તરે નવા 7 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે.

ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે અને એ સેવામંત્રને અનુરુપ જ સિંગરવા જેવા નાનકડા ગામમાં પણ 50 બેડની હોસ્પિટલમાં 50 બેડની વૃદ્ધિ કરી કુલ 100 બેડની વ્યવસ્થા કરાઈ છે. આ હોસ્પિટલ માટેના સંચાલન અને સુવિધાઓના વિસ્તાર અંગેનો ચિતાર આપતા જણાવ્યું હતું કે સિંગરવા હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે 10 વેન્ટીલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ જ જરુરી માનવબળ પુરુ પાડવા માટે 10 ઈન્ટર્ન વિદ્યાર્થીઓ પહેલી મેથી જોડાવાના આદેશ આપવામાં આવ્યા છે.

ગૃહરાજ્યમંત્રીએ આ અવસરે અમદાવાદ સિંગરવા હોસ્પિટલ માટે રુપિયા 25 લાખની ગ્રાન્ટ ફાળવવાની પણ જાહેરાત કરી હતી. ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું કે જિલ્લા કોવીડ ગ્રાન્ટમાંથી 1 કરોડ , જિલ્લા પંચાયત કોવીડ ગ્રાન્ટમાંથી 50 લાખ , એમ.ડી.એફ ગ્રાન્ટમાંથી 50 લાખ, જિલ્લા વિકાસ અધિકારીની ગ્રાન્ટમાંથી 50 લાખ તથા ચાર ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી 1 કરોડ સાથે કુલ 4 કરોડના ખર્ચે ઓક્સિજન ઉત્પાદન માટેના પ્લાન્ટ સ્થાપવામાં આવશે. તેમણે ઉમેર્યુ હતું કે આરોગ્ય સુવિધાના વિસ્તારની વ્યૂહરચનાના ભાગરૂપે 200 બેડની વેદાંતા મેકશીફ્ટ હોસ્પિટલ સિંગરવા ખાતે ઉભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો