પ્રોજેક્ટ્સ અટવાયા:ગ-4 અંડરપાસ સહિત 20 રોડનાં કામ અટકી ગયાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કપચીના અભાવે ગ-4 અંડરપાસ સહિતના કામો અટકી પડ્યાં છે. - Divya Bhaskar
કપચીના અભાવે ગ-4 અંડરપાસ સહિતના કામો અટકી પડ્યાં છે.
  • ક્વોરી સંચાલકોની હડતાળથી જિલ્લામાં 500 કરોડથી વધુનો પ્રોજેક્ટ્સ અટવાયા
  • કોન્ટ્રાક્ટરો તેમજ અનેક શ્રમિકોની હાલત કફોડી બની: દુકાનદારોનો વેપાર પણ ઘટી ગયો

ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નો હલ ન થતાં ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ સેક્ટરો હડતાળ પર ઉતરી જતા રાજ્યભરના બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સમસ્યામાં મુકાયા છે. ક્વોરી ઉત્પાદન બંધ થતા બાંધકામમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતી કપચીની અછત ઉભી થતાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં અનેક કામો અટકી પડ્યાં છે. તેમાં પણ પ્રાઈવેટ કોન્ટ્રાક્ટર્સ અને તેમની સાથે કામ કરતાં શ્રમિકોની હાલત કફોડી બની છે. કારણ કે બાંધકામ સાઈટો બંધ થતાં રોજનું કમાઈને રોજ ખાતા શ્રમિકોને કામ ન મળતા શ્રમિકોની હાલત કફોડી બની ગઈ છે.જેના કારણે તેમના પરિવારજનો મુસીબતમાં મુકાઈ રહ્યા છે.

ક્વોરી અને બાંધકામ સાઈટો બંધ રહેતાં ટ્રક સહિતના વાહનોના પૈડા થંભી ગયા છે. બીજી તરફ બાંધકામને સંલગ્ન દુકાનધારકોનો વેપાર ઓછો થઈ જતાં તેઓને પણ મુશ્કેલી પડી રહી છે. એટલે રોડ-રસ્તા, બાંધકામના નાના-મોટા સરકારી-પ્રાઈવેટ પ્રોજેક્ટર સહિત જિલ્લામાં એકંદર અંદાજે 500 કરોડના કામો અટકી પડ્યાં હોવાનું કહેવાય છે. ત્યારે આવી સ્થિતીમાં સુધારો થાય તેવી માગણી થઈ રહી છે.

વરસાદની સિઝન નજીક આવતી હોવાથી ચિંતા વધી
સામાન્ય રીતે રોડ-રસ્તાની કામગીરી મે સુધીમાં પુરી કરી દેવાતી હોય છે. કારણ કે 15 જૂન પછી વરસાદની શક્યતાઓ રહેલી હોય છે. ત્યારે હાલની પીક સિઝનમાં જ્યારે ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની હોય તેવા સમયે જ ક્વોરી સંચાલકોની હડતાળને પગલે કામગીરીને અસર પહોંચી છે. ચોમાસા દરમિયાન બાંધકામ સહિતના પ્રોજેક્ટને અસર થતી હોય છે. વરસાદી સિઝનમાં મોટાભાગે અનેક શ્રમિકો વતન તરફ જતાં હોય છે ત્યારે શ્રમિકો મળવા મુશ્કેલ બની જતાં હોય છે.

કયાં મહત્ત્વનાં કામો અટક્યાં?
કલોલ-માણસા રોડ, રૂપાલ રોડ, ઉવારસદ-નારદીપુર રોડ, અડાલજ બ્રીજ નીચે આરસીસીનું કામ, ગ-4 અંડરપાસ, મનપા વિસ્તારના એપ્રોચ રોડ, સ્માર્ટ રોડ અને રિંગરોડ મળી 10 કામ કપચીના અભાવે અટકી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...