તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં હાલ 2.34 કરોડના ખર્ચે 81 જેટલા પીકઅપ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ચાલું છે. સ્થાયી સમિતીએ અગાઉ 2 વખત મેયરની ગ્રાન્ટમાંથી પીકઅપ બસસ્ટેન્ડ બનાવવાની દરખાસ્ત ફગાવી દીધી હતી. ત્યારે મેયરે 27 ઓક્ટોબરે બેઠક બોલાવી 81 પીકઅપ બસ સ્ટેન્ડ બનાવવાના ટેન્ડરને મંજૂર કરી કામગીરી હાથ ધરવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો હતો.
તે સમયે જીપીએમસી એક્ટની જોગવાઈઓને ટાંકીને મેયરે બેઠક બોલાવી હતી અને ત્યારબાદ કાયદાકીય જોગવાઈ મુજબ જ વિકાસકાર્યો હાથ ધરવા માટે કમિશનરને સૂચના અપાયાનો દાવો મેયરે કર્યો હતો. સામે પક્ષે સ્થાયી સમિતિના એક જૂથે બજેટ કોડમાં જોગવાઈ ન હોય તો કરોડો રૂપિયાનું ટેન્ડર મંજૂર ન કરી શકાય તેવી દલીલ સાથે મેયરને આવી સત્તા ન હોવાનો દાવો કર્યો હતો.
બીજી તરફ સ્થાયી સમિતિના સભ્યો કોઈપણ ભોગે દરખાસ્તને મંજૂરી ન આપવા માટે મક્કમ હતા અને મેયર મુદત પૂરી થતાં પહેલાં પોતાની ગ્રાન્ટનો ઉપયોગ બસ સ્ટેન્ડ બનાવવા મક્કમ હતા. જોકે હવે શહેરમાં પીકઅપ સ્ટેન્ડની કામગીરી શરૂ થઈ છે. જેમાં બસના સમયપત્રક, રૂટ સહિતની માહિતી ડિસ્પ્લે કરવા એલઈડી સ્ક્રીન સુવિધા ઊભી કરવાનું આયોજન હોવાનું કહેવાય છે.
કેટલાક કાઉન્સિલર અને વિપક્ષે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી
બેઠકમાં સ્થાયી સમિતીના 12 સભ્ય પૈકી માત્ર 3 હાજર હોઈ બેઠકમાં કોરમ ન હોવાની દલીલ અન્ય જૂથ દ્વારા થઈ હતી. ભાજપના 2 જૂથ વચ્ચે બસ સ્ટેન્ડના વિવાદ મુદ્દે તે સમયે કોંગ્રેસે પણ ઝપલાવ્યું હતું. મનપામાં વિરોધ પક્ષે પણ મ્યુ. કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં મેયરના આદેશને કાયદાની વિરુદ્ધ તેમજ ગેરબંધારણીય ગણાવી કામ થશે તો તંત્રની વિરુદ્ધ પગલાં લેવા ચીમકી ઉચ્ચારી હતી.
સિટીબસના 20 રૂટમાં માત્ર 10 ચાલુ
કોંગ્રેસે રજૂઆતમાં દાવો કર્યો હતો કે, શહેર બસ સેવા માટે એજન્સીને ટેન્ડરમાં 20 રૂટની મંજૂરી હતી. પરંતુ શહેરી બસ સેવા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી 10 રૂટને જ મંજૂરી અપાઈ છે, સેક્ટરોના એકપણ આંતરીક રૂટને પરમિશન અપાઈ નથી. તો જે વિસ્તારમાં સીટી બસ જતી જ ના હોય ત્યાં સ્ટેન્ડની જરૂર ક્યાં હોવાનો સવાલ કોંગ્રેસે કર્યો હતો.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.