ગાંધીનગર એલસીબી કચેરીમાં નોકરી કરતા મહિલાને રમતગમત પ્રત્યે બાળપણથી જ લગાવ હતો. શાળાકીય અભ્યાની સાથે રમતમાં રસ ધરાવતા હતા. જેમાં પરિવાર દ્વારા હમેશાં સપોર્ટ આપવામાં આવતો હતો. પરંતુ અન્ય લોકો હમેશાં વાતો કરતા હતા, દિકરીને રમતગમતમાં ના મોકલવી જોઇએ. પરંતુ તમારી ઇચ્છા પૂરી કરવા માટે ક્યારેય અન્ય લોકોની વાતો ઉપર ધ્યાન આપવુ જોઇએ નહીં.
ગુજરાત પોલીસ વતી રમતા મહિલા કર્મચારીએ અત્યાર સુધી સ્ટેટ અને નેશનલ કક્ષાએ 29 મેડલ મેળવ્યા છે. આજે વર્લ્ડ મહિલા દિવસે આપણે વાત મૂળ બનાસકાઠાના થરાદના વતની અને હાલમાં ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મિતલબા કાંતિલાલ પરમારની. મિત્તલબા પોતાની વાત કરતા કહે છે કે,‘ ખેતી કરતા પરિવારમાં જન્મ લીધો છે, નાનપણથી જ કઈક અલગ કરી બતાવાની ઇચ્છા હતી.
કર્મચારીએ અત્યાર સુધી સ્ટેટ અને નેશનલ કક્ષાએ 29 મેડલ મેળવ્યા
જેથી પીટીસી, બીએ, બીપીએડનો અભ્યાસ કર્યા પછી પણ (એનઆઇએસ) કુશ્તીના કોચ બનવાનો અભ્યાસ કર્યો હતો. જેમાં રાજ્યમાંથી બીજો નંબર મેળવનાર એક માત્ર મહિલા પોલીસ કર્મચારી બની ગયા હતા. અનેક ચડાવ ઉતાર આવતા હોવા છતા ક્યારેય મનને પાછુ પડવા દીધુ ન હતું.
મહિલાને રમતગમત પ્રત્યે બાળપણથી જ લગાવ
મહિલા કર્મચારીએ કહ્યુ હતુ કે, રમતગમત ક્ષેત્રમાં આવ્યા પછી શારીરિક ક્ષમતા જરુરી બની જાય છે. જ્યારે શારીરિક રીતે મજબૂત રહેવા માટે દેશી ઘી ગોળ મારો ખોરાક રહ્યો છે. તે ઉપરાંત રોજનુ અઢી લીટર દૂધ પીતી હતી.
પરિવાર દ્વારા હમેશાં સપોર્ટ આપવામાં આવતો
પોલીસમાં નોકરી અને પરિવાર હોવા છતા રાજ્ય અને નેશનલ કક્ષાએ રેસલીંગ, પાવરલીફ્ટીંગ, આર્મ રેસલીંગમાં રાજ્ય અને નેશનલ કક્ષાએ ભાગ લેતા અત્યાર સુધી 29 મેડલ મેળવ્યા છે. જેમાં રાષ્ટ્રીય લેવલે 1 સિલ્વર, 3 બ્રોન્ઝ, અને રાજ્ય સ્તરે 7 ગોલ્ડ અને 10 સિલ્વર મેડલ સહિત 21, જ્યારે ખેલમહાકુંભમાં 5 ગોલ્ડ, 3 બ્રોન્ઝ મેડળ જીત્યા છે. રાષ્ટ્રિય લેવલે 4, રાજસ્ય લેવલે 17 અને ખેલમહાકુંભમાં 8 સહિત 29 મેડલ મેળવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.