અકસ્માત:કુડાસણ પાસેના અકસ્માતમાં બોરૂડા ગામની મહિલાનું મોત

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડમ્પર- રિક્ષા અથડાતાં દુર્ઘટના સર્જાઈ હતી
  • 5 વર્ષની બાળકી અને પતિનો આબાદ બચાવ

સરગાસણથી કુડાસણ તરફ જતી રિક્ષાને ડમ્પરે ટક્કર મારતા મહિલાનું માથું ડમ્પર નીચે આવી જતા સમોત થયું હતું જ્યારે મૃતકના પતિ અને બાળકીનો બચાવ થયો હતો.

પાટણના સાંતલપુર તાલુકાના બોરૂડા ગામે રહેતા ચુંડાભાઈ ઉર્ફે દિનેશભાઈ સોલંકીએ ઈન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પત્ની રામીબેન ઉર્ફે ટીનાબેન અને તેઓ શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. શાકભાજી વેચવા તેઓ રિક્ષાનો ઉપયોગ કરે છે. શનિવારે સવારે તેઓ પત્ની તેમજ દીકરીને રિક્ષામાં બેસાડીને સરગાસણ ખાતે મરણના કામમાં હાજરી આપવા ગયા હતા. બપોરે તેઓ ઘરે પરત જવા સરગાસણથી કાચની ફેક્ટરી કુડાસણ તરફ જતા રોડ પર હતા ત્યારે સામેથી આવતા એક ડમ્પર ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી.

ડમ્પરની ટક્કર વાગતાં ટીનાબેન રિક્ષામાંથી ફંગોળાઈને નીચે પડતા ટાયર નીચે તેમનું માથુ આવી જતા ગંભીર ઈજાથી તેમનું મોત થયુ હતું. ફરિયાદી તથા તેમની પાંચ વર્ષની દીકરીને સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ડમ્પર મૂકી નાસી છૂટ્યો હતો. ઈન્ફોસિટી પોલીસે ડમ્પરના નંબરના આધારે વાહનચાલક સામે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...