તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપહરણ:ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી નર્સની ઓળખ આપી અજાણી સ્ત્રી નવજાત બાળકનું અપહરણ કરીને ફરાર થઇ

ગાંધીનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાળકની દેખરેખ માટે હોસ્પિટલમાંથી નર્સ તરીકેની ઓળખ આપી ઘરે આવી હતી

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી નર્સ તરીકે ઓળખ આપી નવજાત બાળકનું વજન કરવાના બહાના હેઠળ અપહરણ કરીને અજાણી સ્ત્રી નાસી જતા સેકટર-7 પોલીસે ગુનો નોધી તપાસનો દોર હાથ ધર્યો હતો.

અજાણી સ્ત્રી પોતાની નર્સ તરીકે ઓળખ આપીને ઘરમાં આવી

ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર પાસે કાચા છાપરામાં રહેતા રાકેશ મીઠું નાથ કાલબેલિયા ગત તારીખ 28 માર્ચના રોજ આશરે ત્રણેક વાગે તેની પત્ની ગાયત્રીને પ્રસુતીની પીડા થતાં તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો હતો. જ્યાં ગાયત્રીએ દીકરાને જન્મ આપ્યા બાદ 31 માર્ચના રોજ બપોરે તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. તે દરમિયાન એક અજાણી સ્ત્રી પોતાની નર્સ તરીકે ઓળખ આપીને રાકેશને કહેલું કે તમારા બાળકની દેખરેખ માટે મને હોસ્પિટલથી તમારા ઘરે આવવા માટે કહેવામાં આવ્યું છે.

ખીલખિલાટ વાનમાં નર્સ તરીકે ઓળખ આપી સ્ત્રી બેસી ગઈ હતી
ખીલખિલાટ વાનમાં નર્સ તરીકે ઓળખ આપી સ્ત્રી બેસી ગઈ હતી

ગાયત્રી તેમજ તેના બાળકને લઈ ગાંધીનગર સિવિલ આવી

કચરો વીણી ગુજરાન ચલાવનારા દંપતી અભણ હોવાના કારણે આ અજાણી સ્ત્રીની વાતોમાં આવી ગયા હતા. અને આ સ્ત્રી ખિલખિલાટ એમ્બ્યુલન્સમાં દંપતી સાથે બેસીને તેમના ઘરે ગઈ હતી. અને રાત્રે ત્યાં જ રોકાઈ હતી. ગઈકાલે ગુરૂવારે સવારે દસેક વાગ્યે અજાણી સ્ત્રીએ ગાયત્રીને ટાંકા તોડવાના હોય અને બાળકનું ચેકઅપ કરવાનું હોવાથી સિવિલ હોસ્પિટલ જવું પડશે તેમ કહીને ગાયત્રી તેમજ તેના બાળકને લઈ ગાંધીનગર સિવિલ આવી પહોંચી હતી.

અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરાઇ

સિવિલમાં ગાયત્રીને બેસાડીને બાળકનું વજન કરવાનું છે તેમ કહી અજાણી સ્ત્રી બાળકને પોતાની સાથે લઇ ગઇ હતી. ઘણો સમય થવા છતાં નર્સ તરીકેની ઓળખ આપનાર પરત ન ફરતા ગાયત્રીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં શોધખોળ આદરી હતી. પરંતુ અજાણી સ્ત્રી કે તેના બાળકની ક્યાંય ભાળ મળી ન હતી. જેથી અભણ ગાયત્રી પરત ઘરે જઈને તેના પતિ રાકેશને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યો હતો. જેથી રાકેશે તેના પિતાને બાળકના અપહરણ અંગે વાત કરતા તેના પિતાએ પોતે રાજસ્થાનથી પરત આવ્યા બાદ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. આ બનાવના પગલે આજે રાકેશ સેટેલાઈટ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. પવારે નર્સ તરીકેની ઓળખાણ આપી નવજાત બાળકનું અપહરણ કરી જનાર અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો