તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહીમાં ખુલાસો:શાહપુર બ્રિજ નીચેથી મળેલી લાશ કેસમાં મહિલાની હત્યા થયાનું ખૂલ્યું, જાનવરો કરડ્યાંનાં નિશાન મળ્યાં

ગાંધીનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માથા પાછળ બોથડ પદાર્થ મારી હત્યા કરી અર્ધનગ્ન અવસ્થામાં કોઈ લાશ મૂકી ગયાનું અનુમાન

ગાંધીનગર ગિફ્ટસિટી પાસે આવેલા શાહપુર બ્રિજ નીચેથી મળેલી લાશમાં મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મહિલાને માથામાં પાછળના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરાઈ હતી. આમ આ બનાવમાં આવી વિગતો બહાર આવતા હાલમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ આ કેસમાં હવે આગળની વધુ કડી મેળવવા તપાસ ચલાવી રહી છે. આ અંગે પોલીસે લાશની તપાસ કરી તો મૃતક મહિલાના અડધા શરીર પર કપડાં પણ ન હતા. 25થી 30 વર્ષના આશરાના મહિલાની લાશને ત્રણ-ચાર દિવસ થઈ ગયા હતા. લાશ પર જાનવરોએ કરડી ખાધાના નિશાન હતા અને અડધા શરીર પર કપડા ન હતા.

આ દરમિયાન મહિલાની લાશ પાસે કોઈ આધારા પુરાવા ન મળતાં તેમની ઓળખ થઈ શકી ન હતી. જેને પગલે ડભોડા પોલીસે એફએસએલની ટીમને સાથે રાખીને જરૂરી પુરાવા એકત્ર કરી લાશનું પંચનામું કર્યું હતું. મહિલાની લાશનું ગાંધીનગર સિવિલ ખાતે પીએમ કરાયા બાદ મોતના ચોક્કસ કારણ માટે ફોરેન્સિક સાયન્સની મદદથી પીએમનો અભિપ્રાય અપાયો હતો. જેને પગલે પોલીસે અમદાવાદ સિવિલ ખાતે ફોરેન્સિક સાયન્સની મદદથી પીએમ કરાવ્યુ હતું.

આ મામલે પોલીસે તપાસ હાથ ધરતા મહિલાનું મોત બોથડ પદાર્થથી માથામાં પાછળના ભાગે ઈજા થવાને કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે ડભોડા પોલીસ આ મુદ્દે હવે હત્યાનો ગુનો નોંધ્યો છે. મહિલાના જમણા સાથે છુંદણાથી ઓ કોતરાવેલ હતો જ્યારે હથેળીમાં હિન્દીમાં દિને લખેલું હતું. પોલીસે હાલ મહિલાના વાલીવારસોથી શોધખોળ સાથે તેની હત્યારાની તપાસ શરૂ કરી છે. શાહપુર બ્રિજ નીચેથી મળેલી લાશમાં મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.ત્યારે હાલમા આ બનાવ અંગે લોકોમાં વિવિધ અટકળો ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો