તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સિવિલમાં નર્સ બની મહિલા 5 દિવસનું બાળક લઈ છૂ થઈ ગઈ, પોલીસે CCTV ફૂટેજના આધારે શોધખોળ આદરી

ગાંધીનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
મહિલાએ આખા સિવિલમાં પુત્રને શોધવા માટે દોડાદોડ કરી મુકી હતી પરંતુ કઈ હાથ લાગ્યું ન હતું. પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી - Divya Bhaskar
મહિલાએ આખા સિવિલમાં પુત્રને શોધવા માટે દોડાદોડ કરી મુકી હતી પરંતુ કઈ હાથ લાગ્યું ન હતું. પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી
 • અજાણી મહિલા એક દિવસ દંપતીના ઘરે રહી, પ્રસૂતિના 5માં દિવસે વજન કરાવવાનું કહીં બાળક ઉપાડી ગઈ હતી
 • CCTVના આધારે બાળક ઉઠાવી જનાર મહિલાને શોધવા પ્રયાસ

સિવિલમાં નર્સ તરીકેની ઓળખ આપીને એક મહિલા દ્વારા નવજાત બાળક ઉઠાવી જવાની ઘટના બની છે. ઘટના 1 એપ્રિલ ગુરૂવારની છે જે મુદ્દે આખો દિવસ સિવિલમાં ફરીને રોકકડ કર્યા બાદ પરિવારે શુક્રવારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ઘટનાની વિગતો પ્રમાણે મૂળ રાજસ્થાનના હવાલા ગામે રહેતાં 19 વર્ષીય રાકેશ મીઠુનાથ કાલભેલીયા ત્રિમંદિર ચોકડી પાસે કાચા છાપરામાં રહે છે. 28 માર્ચના રોજ ત્રણેક વાગ્યે યુવકની પત્ની ગાયત્રીદેવીને પ્રસુતીની પીડા ઉપડતા ગાંધીનગર સિવિલમાં લવાયા હતા, જ્યાં ચાર વાગ્યે મહિલાએ દિકરાને જન્મ આપ્યો હતો. ડિલિવરીના ચાર દિવસ પછી એટલે 31 માર્ચના રોજ મહિલાને હોસ્પિટલમાં રજા અપાઈ હતી. આ સમયે એક અજાણી મહિલા દંપતિ પાસે આવી હતી જેણે પોતે નર્સ તરીકેની ઓળખ આપીને હોસ્પીટલથી બાળકની દેખરેખ માટે ઘરે આવતી હોવાનું કહ્યું હતું. જેથી આ અજાણી સ્ત્રી ખીલખીલાટ એમ્બ્યુલન્સમાં દંપતિના ઘરે ગઈ હતી.

બીજા દિવસે સવારે એટલે 1 એપ્રિલના રોજ 10 વાગ્યે આ અજાણી સ્ત્રીએ યુવકની પત્ની ટાંકા તોડવા માટે અને બાળકનું ચેકઅપ કરવવા હોસ્પિટલ લઈ જવાની વાત કરી હતી. જેને પગલે ગાયત્રીદેવી અને અજાણી મહિલા સવારે 10 વાગ્યે રિક્ષામાં ગાંધીનગર સિવિલ પહોંચ્યા હતા. સાંજે વાગ્યે ગાયત્રીદેવી ઘરે એકલા આવીને અજાણી મહિલા બાળકને ઉઠાવી ગઈ હોવાનું કહ્યું હતું. 1 એપ્રિલના રોજ આખું સિવિલ ખૂંદી વળનાર દંપતિને કઈ હાથ લાગ્યું ન હતું. જેને પગલે રાકેશે રાજસ્થાન રહેતાં પિતાને ફોન કર્યો હતો. પરિવારમાં પૌત્ર જન્મની ખુશીમાં આવવા માંગતા દાદા તેને શોધવા માટે પહોંચી ગયા હતા.

મહિલાએ આખી સિવિલમાં પુત્રને શોધવા દોડાદોડ કરી મૂકી હતી પરંતુ મળ્યું નહીં
ગાયત્રીદેવીને હોસ્પિટલ લાવેલી અજાણી સ્ત્રી સાડા અગિયાર વાગ્યે બાળકનું વજન કરવાનું છે કહીં નીકળી હતી. ઘણો સમય સુધી નર્સ પરત ન આવતા મહિલાની ચિંતા વધી ગઈ હતી. મહિલાએ આખા સિવિલમાં પુત્રને શોધવા માટે દોડાદોડ કરી મુકી હતી પરંતુ કઈ હાથ લાગ્યું ન હતું. જેને પગલે ગાયત્રીદેવીએ ઘરે જઈને પતિને વાત કરી હતી. ઘરે પુત્ર જન્મથી મોંઢા પર આવેલી ખુશીના સ્થાને દંપતિ ચિંતામાં પેસી ગયું હતું. દંપતિએ ફરી આખા સિવિલના ચક્કરો મારીને અલગ-અલગ સ્ટાફ મદદ માંગીને પુત્રને શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને નિરાશા જ સાંપડી હતી.

બાળક ન મળતાં પરિવારે આખરે ઘટનાના બીજા દિવસે પોલીસની મદદ માંગી
1 એપ્રિલના રોજ આખું સિવિલ ખૂંદી વળનાર દંપતિને કઈ હાથ લાગ્યું ન હતું. જેને પગલે રાકેશે રાજસ્થાન રહેતાં પિતાને ફોન કર્યો હતો. પરિવારમાં પૌત્ર જન્મની ખુશીમાં આવવા માંગતા દાદા તેને શોધવા માટે પહોંચી ગયા હતા. જે બાદ આખરે પરિવારે આ મુદ્દે શુક્રવારે સે-7 પોલીસને જાણ કરી હતી. પોલીસે સિવિલ હોસ્પિટલ અને રસ્તા પરના સીસીટીવીના આધારે અજાણી મહિલાની શોધખોળ આદરી છે.

સોશિયલ મીડિયામાં બાળકનો ફોટો મુકાયો, માહિતી મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી
ગાંધીનગર સિવિલમાંથી નર્સ તરીકેની ઓળખ આપીને 5 દિવસનું બાળક ઉઠાવી જનાર મહિલાની શોધખોળ માટે પોલીસે દિવસ-રાત એક કર્યા છે. જોકે મહિલા અંગે હજુ સુધી કોઈ ભાળ મળ્યો નથી. ત્યારે હવે સોશિયલ મિડિયામાં પણ બાળકના ફોટો સાથે કોઈ માહિતી હોય તો જાણ કરવા અપીલ કરાઈ છે. બાળકે પીળા કલરનું ઝભલું પહેરાવેલ હતું અને આરોપી સ્ત્રીએ શરીરે આછા વાદળી કલરની સાડી પહેરેલ હતી. શરીરે મધ્યમ બાંધાની આ સ્ત્રીનું મોઢુ લંબગોળ છે. જે અંગે કોઈ માહિતી મળે તો સે-7 પોલીસ સ્ટેશન કે પોલીસ કંટ્રોલરૂમનો સંપર્ક કરવા માટે અપીલ કરી છે.

પોલીસે હાલ સીસીટીવીના આધારે મહિલા કઈ બાજુ ગઈ હશે તેના દિશા નક્કી કરવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. ઉલ્લેખનિય છે કે 1 એપ્રિલ ગુરુવારે નર્સ તરીકેની ઓળખ આપી મહિલા બાળકને ઉઠાવી ગઈ હતી. જે અંગે પરિવારે શુક્રવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૂળ રાજસ્થાનના હવાલા ગામે રહેતાં 19 વર્ષીય રાકેશ મીઠુનાથ કાલભેલીયા ત્રિમંદિર ચોકડી પાસે કાચા છાપરામાં રહે છે.

28 માર્ચના રોજ તેમની પત્ની ગાયત્રીદેવીએ સિવિલમાં બાળકને જન્મ આપ્યો હતો. 31 માર્ચના રોજ હોસ્પિટલમાંથી રજા મળતા તેઓ ઘરે જતા હતા ત્યારે નર્સ તરીકેની ઓળખ આપી એક મહિલા તેમની સાથે આવી હતી. 1 દિવસ દંપતિના ઘરે રોકાઈ આ મહિલા બાળકનું ચેકઅપ કરાવવા હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં બાળકનું વજન કરાવીને આવું છું કહીંને મહિલા બાળકને લઈને છૂ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો