રજૂઆત:ખાતરનો ભાવવધારો પરત ખેંચો : આમ આદમી પાર્ટી

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર કચેરીએ આવેદન આપી રજૂઆત કરી

ખાતરનો ભાવવધારો પરત ખેંચી ખેડૂતો પરનો બોજ અટકાવવા આપ દ્વારા રજૂઆત કરાઈ છે. આમ આદમી પાર્ટીના નેતા જય વાઘેલા, કલોલ તાલુકા પ્રમુખ પલ્કેશ પટેલ અને આમ આદમી પાર્ટીના કિસાન નેતા પોપટભાઈ પટેલ સહિતના લોકોએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા.

આપના કિસાન સંગઠન દ્વારા માંગણી કરાઈ છે કે, રવિ સીઝનના પ્રારંભે સમયે જ સરકાર દ્વારા ખાતરની થેલી ઉપર 265 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો હતો. હવે જ્યારે રવિ સીઝન એટલે કે બટાકા-ઘઉં-રાયડાની અને શેરડી સાથે રોકડિયા પાક વાવણી સમયે જ ખાતરનું મહત્વ બહુ વધી જાય છે. આવા સમયે સરકાર દ્વારા ફરીથી બંધ બારણે NPK ખાતરના દરમાં રૂપિયા 250ના વધારા સાથે ભાવ 1,700 રૂપિયા થયો છે . એટલે કે એક મહિનામાં બે વખતમાં કુલ રૂપિયા 500થી વધુનો વધારો કરાયો છે.

આ સાથે બે મહિના પહેલાં ડીએપીની એટલી અછત ઊભી થઈ હતી તેને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી. તેનું પણ સરકાર દ્વારા કઇ નિવારણ લાવવામાં આવ્યું નથી. ખાતરમાં થયેલા ભાવ વધારો પાછો ખેંચાય નહીં તો આમ આદમી પાર્ટી ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...