તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:છેલ્લા 5 વર્ષમાં જિલ્લાના મતદારોમાં 18297નો વધારો થતાં ઉમેદવારોની મહેનત વધી ગઈ

ગાંધીનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવા વધેલા મતદારો યુવાનો હોવાથી ગમે તે ઉમેદવારીની બાજી પલટી શકશે
 • સૌથી વધુ મતદારો માણસા તાલુકામાં 42893નો વધારો, ઓછો વધારો કલોલમાં 3577 થયો

જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં મતદારોમાં 18297નો વધારો થયો છે. આથી તેની સીધી અસર સ્થાનિક સ્વરાજની ચુંટણી ઉપર જોવા મળશે. નવા અને યુવાન મતદારો ગમે તે ઉમેદવાર કે પક્ષની બાજી પલટી શકશે. જિલ્લામાં વર્ષ-2015માં 696627 મતદારો હતા. જેમાં વધારો થતાં વર્ષ-2021માં કુલ મતદારો 714924 થયા છે.

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ઉમેદવારી પ્રતિષ્ઠા અને સમાજની સૌથી વધુ ત્યારબાદ રાજકીય પક્ષની અસર જોવા મળે છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં રાજકીય પક્ષના સિમ્બોલ ઉપર લડનારા ઉમેદવારો મતદારોને રિઝવવામાં કેટલા સફળ થશે તે તો મતગણતરી પછી જ ચિત્ર સ્પષ્ટ બનશે. જોકે સ્થાનિક સ્વરાજની ચુંટણીના પાછલા વર્ષોના પરિણામ જોઇએ તો જિલ્લામાં કોંગ્રેસનું પલડું ભારે રહ્યું છે. પરંતુ છેલ્લા એક દાયકાથી દરેક સમાજમાં શિક્ષણનું મહત્વ વધી ગયું છે. આથી તેની સીધી અસર દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. તેમાંય સામાન્ય રીતે યુવાન મતદારોમાં ભાજપ પક્ષ પત્યે લગાવ વધારે જોવા મળે છે. આથી યુવાન મતદારોને આકર્ષવા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર કરાય છે. ઉપરાંત તેના આધારે જ ચુંટણીના ઢંઢેરો પ્રસિદ્ધ કરવામાં આવે છે. જોકે છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લાના મતદારોમાં વધારો થયો છે. જેમાં સૌથી વધુ મતદારો માણસા તાલુકામાં 42893નો વધારો નોંધાયો છે.

જ્યારે મતદારોનો ઓછો વધારો કલોલ તાલુકામાં 3577 થયો છે. જ્યારે દહેગામ તાલુકામાં 23920 મતદારો વધ્યા છે. પરંતુ ગાંધીનગર તાલુકામાં 44923 મતદારોમાં ઘટાડો નોંધાયો છે. આથી જિલ્લાના કુલ 696627 મતદારો વર્ષ-2015માં નોંધાયા હતા.

મનપામાં ગામડા જતા મતદારો ઘટ્યાં
જિલ્લાના ગાંધીનગર તાલુકાના 19 ગામો ગાંધીનગર અને અમદાવાદ નગરપાલિકામાં સમાવેશ થયો છે. આથી છેલ્લા પાંચ વર્ષમાં ગાંધીનગર તાલુકાના મતદારોમાં 44937નો ઘટાડો નોંધાયો છે. વર્ષ-2015માં 234271 મતદારોની સામે વર્ષ-2021માં 189334 મતદારો થયા છે.

5 વર્ષના મતદારોનો આંકડો

તાલુકોવર્ષ-2015વર્ષ-2021
ગાંધીનગર234271189334
કલોલ163118159541
દહેગામ156669180589
માણસા142567185460
કુલ696627714924
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો