છેતરપિંડી:બેંક સાથે રૂ. 1108 કરોડની ઠગાઈ કરતા ત્રણ ડિરેક્ટરો સામે ફરિયાદ

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોક્સ એન્ડ કિંગ્સ ગ્રૂપની એક કંપનીએ બેંકમાંથી લોન લીધી હતી
  • વિદેશી કંપનીની લોન ગાંધીનગર બ્રાન્ચમાં બુક કરાવી હતી

મુંબઇ અને લંડનમા ઓફિસ ધરાવતી કોક્સ એન્ડ કિંગ્સ ગૃપ કંપનીના માલિકોએ યસ બેંક પાસેથી 1108 કરોડ રૂપિયાની લોન લઇને ખોટા વાર્ષિક હિસાબો બનાવીને રજૂ કરતા 3 લોકો સામે સીઆઇડી ક્રાઇમ પોલીસ મથકમા ફરિયાદ નોંધાઈ છે.

યસ બેંકમા ચીફ વિજીલન્સ ઓફિસર તરીકે નોકરી કરતા સંદીપ મનોહર મહેરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ કોક્સ એન્ડ કિંગ્સ ગૃપની ઇઝીગો વન ટ્રાવેલ્સ એન્ડ ટૂર્સ લિમિટેડ દ્વારા યસ બેંક પાસે લોનની માગણી કરી હતી, ત્યારે યસ બેંકે વર્ષ 2018મા 1400 કરોડની લોન મંજૂર કરી હતી. જે લોનમાંથી વર્ષ 2018મા અબુ ધાબી કોમર્શિયલ બેંક જે હાલમા યુએઇ ખાતે છે, તેને વેચવામા આવેલી લોન એક વિદેશી કંપનીને આપવાની હોવાથી ગાંધીનગર ગિફ્ટ સિટીમા આવેલી યસ બેંકમા બુક કરાવી હતી.

કરાર મુજબ વ્યાજ અને મુદ્દલ દર ત્રણ મહિને લોન એકાઉન્ટમાં જમા થતુ હતુ, પરંતુ નવેમ્બર 19થી 90 દિવસ સુધી નાણાં ન ચૂકવાતા ખાતાને એનપીએ જાહેર કરાઈ હતી. જ્યારે યુકે કોર્ટના હુકમ મુજબ ડીસેમ્બર 20મા પોલ વિલિયમ્સ અને જેમ્સ કૂકને ડફ એન્ડ પેલ્સ એન્ડ પેલ્સના એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક આપી હતી. જે દરમિયાન જૂના રેકોર્ડ તપાસવામાં આવતા સામે આવ્યું હતું કે, પેલ કંપની દ્વારા નાણાકીય વર્ષ 2018-19ના વાર્ષિક હિસાબો બનાવટી સામે આવ્યા હતા.

કંપનીના ઓડિટર્સને પૂછતા આ પ્રકારના કોઇ ઓડિટ રિપોર્ટ્સ સાઇન કરાયા ન હતા. પેલ દ્વારા લોન આપી તે પહેલા ધંધાની આવકના નાણા બેંકને ચૂકવવાના બદલે અન્યત્રે ટ્રાન્સફર કરી ઉચાપત કરતા ત્રણ ડિરેક્ટર અજય અજીત પીટર કેલકર (રહે, મુંબઇ), એન્થોની બુટન મેરીક ગુડજે (લંડન) અને અભિષેક ગોયંકા (રહે, લંડન)ની સામે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમા 1108 કરોડની ઉચાપતની ફરિયાદ કરવામા આવતા પોલીસે તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...