ઠગાઈ:BSFના રેડિયો મિકેનિક સાથે રૂ. 1.73 લાખની છેતરપિંડી

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • SBIની યોનો એપ્લિકેશન ખૂલી ન હતી: કસ્ટમરકેરમાં વાત કરતાં અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી

ગાંધીનગર ચિલોડા રોડ ઉપર આવેલા બોર્ડર સિક્યુરીટી ફોર્સ (બીએસએફ)મા રેડીયો મીકેનીક તરીકે ફરજ બજાવતા જવાન સાથે 1.73 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામા આવી છે. પોતાના મોબાઇલમા એસબીઆઇની યોનો એપ્લીકેશન નહિ ખૂલતા કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. તેના અધિકારીની ઓળખ આપી અલગ એપ ડાઉનલોડ કરાવી 3 વખત રૂપિયા ઉપાડી લેવામા આવ્યા હતા. જેને લઇને ચિલોડા પોલીસ મથકમા છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવતા કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ રામનરેશસિંગ અમ્બરસિંગ પરીહાર (રહે, બીએસએફ કેમ્પ, મૂળ રહે, ઉત્તરપ્રદેશ) બીએસએફ કેમ્પમા રેડીયો મીકેનીક તરીકે નોકરી કરે છે. ત્યારે એસબીઆઇ બેંકમા એકાઉન્ટ હોવાથી એસબીઆઇની યોનો એપનો ઉપયોગ કરે છે. પરંતુ બેંકની યોનો એપનો ઉપયોગ કરવા તેને ખોલવાનો પ્રયાસ કરવા છતા ખૂલતી ન હતી. જેને લઇને બેંકનો સંપર્ક કર્યો હતો. જ્યાં બેલેન્સ બરાબર હતુ. પરંતુ એપની સમસ્યાનુ સમાધાન કરવા કસ્ટમરકેર નંબર ઉપર સંપર્ક કરાયો હતો.

તે સમયે કસ્ટમર કેરમાં વાત કરતા એસબીઆઇના અધિકારી તરીકે સામેની વ્યક્તિએ વાત કરી હતી. જે ઉત્તરપ્રદેશની ભાષામા વાત કરતો હોય તેવુ લાગતુ હતુ. ત્યારપછી બીજા એક નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને તેને એસબીઆઇના અધિકારીની ઓળખ આપી હતી.

જેને યોનો એપ ખૂલતી નહિ હોવાની વાત કરતા એનીડેસ્ક એપ ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ સામેની વ્યક્તિએ એપને ઓપન કરાવતા ખાતામાંથી પહેલા 49 હજાર, પછી 24999 અને એક લાખ ઉપડી ગયા હતા. જેને લઇને જવાને ચિલોડા પોલીસ મથકમા તેની સાથે છેતરપિંડી થવાની ફરિયાદ આપતા તપાસ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...