તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:BPL કાર્ડમાં શ્રીમંતો પણ હોવાથી સરવેનો સૂર કેબિનેટમાં ગાજ્યો, યોગ્ય જરૂરિયાતમંદ સુધી લાભ પહોંચે તેવા પ્રયાસ કરવા વિચારણા

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષક દિનની ઉજવણીમાં મુખ્ય સમારોહ અમદાવાદમાં યોજાશે

ગરીબોના બીપીએલ કાર્ડમાં શ્રીમંતો ઘૂસી ગયા છે અને વ્હાલાદવલાની નિતી અખત્યાર કરવામાં આવતા જરૂરિયામંદ લાભથી વંચિત રહે છે તેવી વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. જેનાપગલે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં બીપીએલ કાર્ડની ચર્ચા થઇ હતી અને ફરીવખત સર્વે કરવો કે યાદીની ચકાસણી કરવાનો સૂર વ્યકત કરવામાં આવ્યો હતો.

બીપીએલ કાર્ડમાં શ્રીમંત નાગરિકોએ તેમના નામ ઘૂસાડી દીધા છે. બીપીએલ કાર્ડને હવે પ્રધાન મંત્રી આવાસ યોજના સાથે સાંકળી હોવાથી તેનો લાભ ગરીબ વર્ગ સિવાયનો લોકો પણ લઇ જાય છે.આથી યાદીની ચકાસણી કરવી કે ફરી સર્વે કરવો જોઇએ તેવી સૂર કેબિનેટમાં ઉઠયો હતો. આ ઉપરાંત રાજ્યમાં શિક્ષક દિનની ઉજવણી અંગે પણ ચર્ચા થઈ હતી. જેમાં મુખ્ય કાર્યક્રમ અમદાવાદમાં જ્યારે જિલ્લા સ્તરે જિલ્લા કક્ષાના કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...