હિટવેવ:પ્રતિ કલાક 20 કિમીની ઝડપે ફુંકાયેલા પવનથી ગાંધીનગર આંધીમાં ફેરવાયું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિટવેવની આગાહી વચ્ચે બપોરે ફૂંકાયેલા ગરમ પવનોથી નગરવાસીઓ ત્રાહિમામ્ પોકારી ગયા

પ્રતિ કલાકે વીસેક કિમીની ઝડપે ફુંકાયેલા પવનથી ગાંધીનગર આંધીમાં ફેરવાયું હતું. આંધીને પગલે ટુ વ્હિલર ચાલકોને હાલાકી વેઠવાની ફરજ પડી હતી. જ્યારે પવનને કારણે શનિવારના દિવસ અને રાત્રીના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. હિટવેવની આગાહી વચ્ચે બપોરે ફુંકાતા ગરમ પવનોથી નગરવાસીઓ પરેશાન થયા હતા.

શુક્રવાર અને શનિવાર સતત બે દિવસ સુધી નગરમાં પ્રતિ કલાક વીસેક કિમીની ઝડપે ફુંકાતા નગરવાસીઓ પરેશાન થઇ ગયા હતા. સતત પવનને પગલે ધુળની ડમરીઓ ઉડતા ટુ વ્હિલર ચાલકોને હાલાકી વેઠવાની ફરજ પડી હતી. જ્યારે હાલમાં બે દિવસ લગ્ન મુર્હત હોવાથી લગ્ન પ્રસંગ પણ વધારે હોવાથી પવનને પગલે લગ્નવાળાઓને પણ પરેશાની વેઠવાની ફરજ પડી હતી.

જોકે સવારે પવન ઠંડો લાગતા નગરવાસીઓને ગરમી અને બાફમાં રાહત મળતી હતી. પરંતુ બપોરે પવન ગરમ લાગતા લોકો ગરમીથી અકળાયા હતા. પવનને કારણે ઉડતી ધૂળની ડમરીઓને કારણે ગાંધીનગર આંધીમાં ફેરવાયું હોય તેમ લાગતું હતું. જોકે પવનને કારણે શનિવારે નગરના મહત્તમ તાપમાન 42 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 27.5 ડીગ્રી રહ્યું હતું. જ્યારે શુક્રવારે નગરનું મહત્તમ તાપમાન 43 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 28.8 ડીગ્રી નોંધાયું હતું. જોકે સતત પવનને પગલે નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 65 ટકાથી વધારે નોંધાયું છે. પરંતુ ગરમીને કારણે સાંજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 22 ટકા થઇ ગયું હતું. જોકે પવનથી નગરવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...