સરકારે સમિતિ રચી:જન્મ-મરણ નોંધણી રજીસ્ટર કરી પ્રમાણપત્ર આપશે; કોવિડ મૃત્યુના કિસ્સામાં મૃત્યુના કારણ જણાવાશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સરકારે કોરોનાથી મૃત્યુ પામેલાં ના પરિવારને 50,000ની સહાય આપવાનો નિર્ણય કર્યો છે . મૃતકના પરિજને સરકારમાં મૃત્યુના પ્રમાણપત્ર સાથે અરજી કરવાની રહેશેે. મૃત્યુના કારણમાં કોરોના ન દર્શાવાયું હોય અને કુટુંબીને આ બાબતે અસંતોષ હોય તો તેવા કિસ્સામાં મૃત્યુના કારણનું પ્રમાણપત્ર આપવા સરકારે સમિતિની રચના કરી છે.

CDAC ની રચના જિલ્લા - શહેર સ્તરે કરાશે. સમિતિના જિલ્લા કક્ષાએ અધ્યક્ષ અધિક નિવાસી કલેક્ટર રહેશે જ્યારે શહેરી કક્ષાએ જે-તે મનપાના આરોગ્ય ખાતાના ડે. મ્યુનિ. કમિશનર રહેશે. સંબંધિત વિસ્તારના જન્મ-મરણ નોંધણી રજિસ્ટ્રાર મૃત્યુના કારણ અંગેનું પ્રમાણપત્ર આપશે. જો કારણમાં કોવિડ ન દર્શાવાયું હોય અને મૃતકના પરિજનને આ બાબતે અસંતોષ હોય તો તેઓ કલેક્ટરને જરૂરી પૂરાવા સાથે અરજી કરી શકશે.

જિલ્લા કલેક્ટરને મળેલી અરજી સંદર્ભે CDAC પૂરાવાની ચકાસણી કરી સત્તાવાર રીતે કોવિડને કારણે થયેલાં મૃત્યુનું પ્રમાણપત્ર કારણ સાથે આપશે. જો કોઇ કિસ્સામાં આમ પૂરવાર ન થતું હોય તો કારણો સાથે CDACએ નોંધ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...