નારાજગી દૂર કરવા પ્રયત્નો:નીતિન પટેલને મંત્રીમંડળમાં નંબર ટુના સ્થાનની ચર્ચા શરૂ, 2017માં ખાતાની ફાળવણીથી નારાજ રહેલાં પટેલ મંત્રીપદથી માની જશે?

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નીતિન પટેલને વિધાનસભાના અધ્યક્ષ બનાવાય તેવી પણ ચર્ચા ચાલી

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં મંત્રી તરીકે સામેલ થવા માટે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે તથા તેમને સરકારમાં નંબર-2નું સ્થાન અપાશે તેવી હવા ઊડી છે. પરંતુ ભાજપના જ વરિષ્ઠ નેતાઓને આ વાત ગળે ઉતરતી નથી.

ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા મુજબ 2017માં તેઓ નાયબ મુખ્યમંત્રી હતા પરંતુ તેમને ખૂબ મહત્ત્વનું ગણાતું એવું નાણાં ખાતું ન અપાતાં નીતિન પટેલ 3 દિવસ નારાજ રહ્યા હતા. આખરે તેમની વાત માનવી પડી અને તેમને નાણાં ખાતું આપીને મનાવી લેવાયા હતા. હવે આ સંજોગોમાં નીતિન પટેલ માત્ર મંત્રીપદ સ્વીકારી લે તેવું સમજી શકાય તેમ નથી. આ તરફ નીતિન પટેલને વિધાનસભામાં અધ્યક્ષ બનાવાય તેવી ચર્ચા પણ છે.

અન્ય સમાચારો પણ છે...