ગુજરાતમાં બાયોટેક્નોલોજી લેબ બનશે:3 વર્ષમાં તૈયાર કરાશે; કોરોના જેવા વાઇરસ પર કાબૂ મેળવવા તથા બેક્ટેરિયા પર રિસર્ચ કરાશે

ગાંધીનગર6 મહિનો પહેલાલેખક: ચિંતન આચાર્ય 
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અમદાવાદ-ગાંધીનગર પાસે માનવવસતીથી દૂર 300 કરોડના ખર્ચે લેબ બનશે

ગુજરાતમાં 300 કરોડના ખર્ચે અત્યાધુનિક બાયોટેક્નોલોજી લેબોરેટરી બનવા જઈ રહી છે, જેમાં કોરોના જેવા વાઇરસોને નાથવા માટેનાં સંશોધન કરાશે. હાલ રાજ્ય સરકારે લેબોરેટરી બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કાર્ય શરૂ કરીને તેના માટે કન્સલ્ટન્ટ વિજ્ઞાનીની પસંદગી કરી લીધી છે. બીએસએલ-4 કે બીએસએલ-3 પ્લસ પ્રકારની આ લેબ બનશે, જેની તુલનાએ વુહાનની લેબ બીએસએલ-4 પ્રકારની છે.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

સૂત્રોના જણાવ્યા મુજબ, આ લેબ માટે એક વર્ષ સુધી તેની પ્રારંભિક પ્રક્રિયા જ હાથ ધરાશે, જેમાં લેબમાં જરૂરી ટેક્નોલોજી, તેનું મકાન, માનવ સંસાધનની જરૂરિયાત, રિસર્ચ ફિલ્ડ જેવી બાબતો નક્કી થશે. આ માટે રાજ્ય સરકારે હાલ 3 કરોડ રૂપિયાનું બજેટ ફાળવી પણ દીધું છે. આ લેબમાં વાઇરસ અને બેક્ટેરિયા જેવાં તમામ પેથોજેન્સથી ઉદભવતાં રોગોના ઉપાય માટેનું રિસર્ચ થશે, જેમાં કોરોના ઉપરાંત એચઆઈવી, માઇક્રો બેક્ટેરિયલ ટીબી અને રસીઓ બનાવવાનું સંશોધન થશે. હાલ કોરોના માટે જે રસી બની રહી છે, તેમાં બીએસએલ-3 કે તેથી વધુ સુવિધા ધરાવતી લેબ જરૂરી છે.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

BSL-3 લેવલની લેબ હશે, વુહાનમાં BSL-4 છે
બીએસએલ એટલે કે બાયોસેફ્ટી લેવલ. અર્થાત્ અહીં જે તે વાઇરસ કે બેક્ટેરિયાને જીવંત રાખી તેમાં સંશોધન કરાય છે. આ બેક્ટેરિયા કે વાઇરસ અન્ય જીવોમાં પરિક્ષણ કે સંશોધન દરમિયાન પ્રસરી ન જાય તે માટે બાયોસેફ્ટી લેવલ નક્કી કરાય છે. જ્યારે બીએસએલ-4 લેબ સૌથી ઊંચા સ્તરની હોય છે, કારણ કે તેમાં ખૂબ ખતરનાક અને માનવવસતી પર સંકટ સમાન રોગ, ચેપ, પર્યાવરણીય જોખમ, એરોસોલ ટ્રાન્સમિશન (કોરોનામાં છે) જેવા કિસ્સામાં તેનું સંશોધન કરવાનું હોય છે.

હાઈ સિક્યોરિટી ઝોનમાં લેબ તૈયાર થશે
રાજ્ય સરકારે આ લેબ બનાવવા માટેના સ્થળની પસંદગી હજુ કરવાની બાકી છે, પરંતુ આ સ્થળ માનવવસતીથી દૂર અને ઇસરો તથા પીઆરએલ જેવી સંસ્થાઓ સમાન હાઈ સિક્યોરિટી ઝોનમાં હશે. આ લેબમાંથી કોઈ પણ કચરાનો નિકાલ બહાર ન થાય તે રીતે કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...